VIDEO: મોરયા ગોસાઈ મંદિરમાં પાણી પ્રવેશ્યા
પિંપરી-ચિંચવડમાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. પવના નદીના જળસ્તરમાં થય

પિંપરી-ચિંચવડમાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. પવના નદીના જળસ્તરમાં થયેલા અચાનક વધારાને પગલે ઐતિહાસિક અને આસ્થાના કેન્દ્ર સમાન મોરયા ગોસાઈ ગણપતિ મંદિર પરિસરમાં નદીના પાણી ઘૂસી ગયા છે. ગર્ભગૃહની નજીક સુધી પાણી પહોંચતા ભક્તોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તંત્ર દ્વારા નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે. પવના ડેમમાંથી પાણી છોડવાની શક્યતાને પગલે નદીના કિનારાના વિસ્તારોમાં તકેદારીના ભાગરૂપે પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને તૈનાત કરવામાં આવી છે. સ્થાનિક રહીશોને નદી કિનારે ન જવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. સતત પડી રહેલા વરસાદ અને નદીના વધતા જળસ્તરને કારણે આગામી કલાકો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. વહીવટીતંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે




