Video: કોલકાતામાં SFI વિદ્યાર્થીઓનું ઉગ્ર પ્રદર્શન

પશ્ચિમ બંગાળના કોલકાતામાં કોલેજ સ્ટ્રીટ સ્થિત કલકત્તા યુનિવર્સિટીની બહાર બુક સ્ટોલ પર થયેલી પોલીસ કાર્યવાહીના વિરોધમાં SFI ના વિદ્યાર્થીઓએ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ બુક સ્ટોલ લગાવવાની પરવાનગી આપવાની માંગ સાથે મુખ્ય રસ્તો રોકી ચક્કાજામ કર્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે કાર્યવાહી કરતા ૩૧ પુરુષો અને ૧૧ મહિલાઓ સહિત કુલ ૪૨ વિરોધીઓની અટકાયત કરી હતી, જેમને બાદમાં પૂછપરછ માટે લાલબજાર પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા.
જાહેરાત












