Video: કોલકાતામાં ધનતેરસના પર્વને લઈને બજારોમાં ખરીદીનો માહોલ

સોર્સ: gstv

પશ્ચિમ બંગાળના કોલકાતામાં ધનતેરસના પર્વને લઈને બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે. શહેરના જાણીતા બુરાબજારમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા છે. ગ્રાહકો વાસણો સહિત વિવિધ તહેવારલક્ષી ચીજવસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. બજારમાં વધતી ભીડને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. IPS અને ડીસી ટ્રાફિક ભોલા નાથ પાંડેએ આ અંગે માહિતી આપી હતી. ધનતેરસની ખરીદીને પગલે બુરાબજારમાં ભારે રોનક જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત