'વિનેશ ફોગાટ લાપતા', હરિયાણામાં કેમ લાગ્યા કોંગ્રેસ ધારાસભ્યના ગુમ થવાના પોસ્ટર?
હરિયાણામાં કોંગ્રેસના ધારાસભ્ય અને આંતરરાષ્ટ્રીય પહેલવાન વિનેશ ફોગાટના ગુમ થવાના પોસ્ટર સોશિયલ મીડિયા પર વાય

હરિયાણામાં કોંગ્રેસના ધારાસભ્ય અને આંતરરાષ્ટ્રીય પહેલવાન વિનેશ ફોગાટના ગુમ થવાના પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. વિપક્ષના લોકો પોસ્ટર પર કટાક્ષ પણ કરી રહ્યાં છે.
હરિયાણામાં વિનેશ ફોગાટ ગાયબ થવાના લાગ્યા પોસ્ટર
પોસ્ટરમાં લખવામાં આવ્યું કે ગાયબ ધારાસભ્યની તપાસ. વિધાનસભા સત્ર પૂર્ણ થયું પરંતુ ધારાસભ્ય મેડમ સત્રમાં ગાયબ રહ્યાં છે. જો કોઇને પણ જોવા મળે તો જુલાનાના લોકોને જાણ કરો.
મહત્ત્વપૂર્ણ છે કે વિનેશ ફોગાટે કુશ્તી બાદ રાજકારણમાં પગ મુકતા જ વિરોધીઓને ચિત કરી દીધા હતા. વિનેશ ફોગાટે ભાજપના ઉમેદવાર કેપ્ટન યોગેશને 6015 મતથી હરાવ્યા હતા.
વિધાનસભા સત્રમાં વિનેશ ફોગાટ ગેરહાજર
હરિયાણામાં વિધાનસભા સત્ર દરમિયાન વિનેશ ફોગાટ ગેરહાજર રહેતા જુલાનાના લોકો આક્રોશિત છે. જ્યારે વિનેશ ફોગાટના મોબાઇલ નંબર પર સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમના PAએ જણાવ્યું કે વિનેશ ફોગાટને કોંગ્રેસે સ્ટાર પ્રચારક બનાવી છે. ચૂંટણીમાં વ્યસ્ત હોવાને કારણે તે વિધાનસભા સત્રમાં જઇ શક્યા નહતા.
આ પણ વાંચો: દિલ્હીમાં ભાજપનું ઓપરેશન લોટસ! AAPના ઘણાં ધારાસભ્યો સંપર્કમાં
ધારાસભ્યને મળે છે અનેક સુવિધાઓ
વિનેશ ફોગાટ હરિયાણાની જુલાના વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. ધારાસભ્ય તરીકે વિનેશ ફોગાટને રાજ્ય સરકાર તરફથી કેટલીક સુવિધા આપવામાં આવે છે. હરિયાણામાં ધારાસભ્યનો માસિક પગાર 60 હજાર રૂપિયા છે.આ સિવાય તેમને અન્ય ભથ્થામાં જરૂરિયાત માટે 30 હજાર રૂપિયા, ફોનની સુવિધા માટે 15 હજાર, ઓફિસમાં થતા ખર્ચ માટે 25 હજાર રૂપિયા આપવામાં આવે છે.
હરિયાણામાં ધારાસભ્યોને સત્કાર ભથ્થુ, વિધાનસભા ક્ષેત્ર ભ્રમણ માટે ભથ્થુ, વિધાનસભા સત્રમાં ભાગ લેવા માટે ભથ્થુ અને યાત્રા માટે અલગથી ભથ્થુ આપવામાં આવે છે.








