'ત્રણ વાર હજુ ડંખ મારીશ, નવમી વખતમાં તું નહીં બચે....', વિકાસ દુબેને સાપે સપનામાં આવીને કહી આ વાત
યુપીના ફતેહપુર જિલ્લામાં વિકાસ દુબે નામના યુવકને દોઢ મહિનામાં છઠ્ઠી વખત સાપે ડંખ માર્યો હતો. સદનસીબે, દરેક

યુપીના ફતેહપુર જિલ્લામાં વિકાસ દુબે નામના યુવકને દોઢ મહિનામાં છઠ્ઠી વખત સાપે ડંખ માર્યો હતો. સદનસીબે, દરેક વખતે સારવાર બાદ સાજો થઈ ગયો છે. વિકાસ દુબેને અત્યાર સુધી 6 વખત સાપ કરડી ચૂક્યો છે. આ ઘટનાથી વિકાસના પરિવારજનો તેમજ તબીબો પણ આઘાતમાં છે. કોઈ મોટી દુર્ઘટના થવાની સંભાવનાને કારણે પરિવારના સભ્યો ભયભીત છે. પરંતુ આ દરમિયાન પીડિત વિકાસે એક નવો દાવો કરીને બધાને ચોંકાવી દીધા.
વિકાસ દુબેએ કહ્યું- મને હંમેશા શનિવાર અને રવિવારે જ સાપ કરડે છે. જ્યારે સાપે મને ત્રીજી વખત ડંખ માર્યો ત્યારે એ જ રાત્રે મને સપનામાં આવીને કહ્યું હતું કે હું તને 9 વાર કરડીશ. આઠ વખત બચી જઈશ. પણ નવમી વખત ડંખ મારીશ ત્યારે કોઈ શક્તિ, તાંત્રિક કે ડૉક્ટર તને નહીં બચાવી શકે. હું તને મારી સાથે લઈ જઈશ.
જણાવી દઈએ કે સર્પદંશથી પીડિત 24 વર્ષીય વિકાસ દુબે ફતેહપુરના માલવા પોલીસ સ્ટેશન વિસ્તારના સૌરા ગામનો રહેવાસી છે. વિકાસ દુબેને 34 દિવસમાં છ વખત સાપ કરડી ચૂક્યો છે. દરેક વખતે સાપના કરડ્યા પહેલા તેને આભાસ થાય છે. વિકાસ કહે છે કે, મને ત્રણ વાર સાપ કરડ્યો ત્યારે મારી સારવાર કરનાર ડૉક્ટરે મને ઘર છોડીને બીજે રહેવા જવાની સલાહ આપી. એ પછી હું મારી માસીના ઘરે ગયો હતો. પણ સાપે મને ત્યાં પણ ડંખ માર્યો. જે બાદ હું મારા કાકાના ઘરે રહેવા ગયો પરંતુ સાપે મને ત્યાં ન છોડ્યો અને છઠ્ઠી વખત મને ડંખ માર્યો.
વિકાસના કહેવા પ્રમાણે સાપ કરડવાનો અંદેશો તેને પહેલેથી આવી જાય છે. તે પોતાના ઘરના સભ્યોને અગાઉથી કહી દેતો કે આજે મને સાપ કરડશે. હમણાં સાપે સપનામાં આવીને કહ્યું કે, તે વધુ ત્રણ વખત ડંખ મારશે. નવમી વખતમાં જીવ જશે. કોઈ દૈવી શક્તિ કે ડૉક્ટર બચાવી શકશે નહીં. આવી સ્થિતિમાં, હું ઉત્તર પ્રદેશ સરકાર પાસે માંગ કરું છું કે મારું આયુષ્માન કાર્ડ બનાવવામાં આવે અને થોડી આર્થિક મદદ કરવામાં આવે.






