મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી કે ડાઉનલોડ કરવી POCSO હેઠળ ગુનો, સુપ્રીમ કોર્ટનો ચુકાદો

સુપ્રીમ કોર્ટો ચાઇલ્ડ પોર્નોગ્રાફી પર મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ

ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી કે ડાઉનલોડ કરવી POCSO હેઠળ ગુનો, સુપ્રીમ કોર્ટનો ચુકાદો

સુપ્રીમ કોર્ટો ચાઇલ્ડ પોર્નોગ્રાફી પર મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચાઇલ્ડ પોર્નોગ્રાફીને ડાઉનલોડ કરવી અથવા જોવી POCSO અધિનિયમ હેઠળ ગુનો છે. સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઇકોર્ટના આદેશને પલટી નાખ્યો છે જેમાં કહેવામાં આવ્યું હતું એ આ ગુનો નથી.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 'ચાઇલ્ડ પોર્નોગ્રાફી' શબ્દને 'બાલ યૌન શોષણ' અને દુર્વ્યવહાર સામગ્રીથી બદલવા માટે એક અધ્યાદેશ જાહેર કરવાનું સુચન આપ્યું છે. સુપ્રીમ કોર્ટે તમામ કોર્ટને એવો પણ આદેશ આપ્યો છે કે તે હવે 'ચાઇલ્ડ પોર્નોગ્રાફી' શબ્દનો ઉપયોગ ના કરે.

જસ્ટિસ જેબી પારડીવાલાએ કહ્યું કે અમે દોષિતોના મનની સ્થિતિની ધારણાઓ પર તમામ પ્રાસંગિક જોગવાઇઓને સમજવા માટે પોતાની રીતે પ્રયાસ કર્યો છે અને દિશાનિર્દેશ પણ નક્કી કર્યા છે. અમે કેન્દ્રને પણ એવો અનુરોધ કર્યો છે કે બાળ અશ્લિલતાના સ્થાને બાલ યૌન શોષણ સંબંધી સામગ્રી લાવવા માટે એક અધ્યાદેશ જાહેર કરવામાં આવે. અમે તમામ હાઇકોર્ટને કહ્યું છે કે તે ચાઇલ્ડ પોર્નોગ્રાફી શબ્દનો ઉપયોગ ના કરે.

આ પહેલા કેરળ હાઇકોર્ટે 13 સપ્ટેમ્બર 2023માં એક કેસની સુનાવણી કરતા કહ્યું હતું કે જો કોઇ વ્યક્તિ અંગત રીતે અશ્લીલ તસવીર કે વીડિયો જોઇ રહ્યો છે તો આ ગુનો નથી પરંતુ જો બીજાને બતાવે છે તો આ ગેરકાયદેર છે.

કેરળ હાઇકોર્ટના આધાર પર મદ્રાસ હાઇકોર્ટમાં એક આરોપીના દોષ મુક્ત થવા પર એક NGOએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે 12 ઓગસ્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. કેરળ હાઇકોર્ટે આદેશમાં કહ્યું હતું કે ચાઇલ્ડ પોર્ન ડાઉનલોડ કરવું અને જોવું POCSO એક્ટ અને IT એક્ટ હેઠળ ગુનો નથી. આ ચુકાદા વિરૂદ્ધ ફરીદાબાદની NGO જસ્ટ રાઇટ્સ ફોર ચિલ્ડ્રન અલાયન્સ અને નવી દિલ્હીની NGO બચપન બચાઓ આંદોલને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

આ સમાચાર શેર કરો