મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ગાઝિયાબાદ જિલ્લા વહીવટીતંત્રે સરકારી જમીન પરથી ગેરકાયદે અતિક્રમણ હટાવવાની પોતાની કડક ઝુંબેશ

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લા વહીવટીતંત્રે સ

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લા વહીવટીતંત્રે સરકારી જમીન પરથી ગેરકાયદે અતિક્રમણ હટાવવાની પોતાની કડક ઝુંબેશ ચાલુ રાખી છે. વિવિધ મધ્યમોના અહેવાલો અનુસાર, મસૂરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કુશલિયા ગામમાં યોગ્ય દસ્તાવેજોના અભાવે અને સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા આશરે 30 વર્ષ જૂના ફેજએઆમ મદરેસા પર વહીવટીતંત્રે બુલડોઝર ફેરવી દીધું છે. મહેસૂલ વિભાગની તપાસમાં ખુલાસો થયો હતો કે આ મદરેસા આશરે 880 ચોરસ મીટર સરકારી જમીન  પર અતિક્રમણ કરીને બનાવવામાં આવ્યો હતો, જેની બજાર કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ અંકાય છે. કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે ઘટનાસ્થળે 400થી વધુ પોલીસ જવાનો અને પીએસીની ટુકડીઓ તૈનાત કરવામાં આવી હતી. પ્રશાસને અગાઉ નોટિસ ફટકારી હોવા છતાં કોઈ કાયદેસરના પુરાવા રજૂ ન કરાતાં આ ધ્વંસની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જિલ્લામાં સરકારી મિલકતોને પચાવી પાડનારાઓ સામે આ ઝુંબેશ આગળ પણ સખત રીતે ચાલુ રહેશે.

આ સમાચાર શેર કરો