મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ જિલ્લામાં ગેરકાયદેસર ખનન કરતા ભૂમાફિયાઓ સામે ખાણ ખનિજ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી

અમદાવાદ જિલ્લામાં ગેરકાયદેસર ખનન કરતા ભૂમાફિયાઓ

અમદાવાદ જિલ્લામાં ગેરકાયદેસર ખનન કરતા ભૂમાફિયાઓ સામે ખાણ ખનિજ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. ખાણ ખનિજ કચેરી અમદાવાદની ક્ષેત્રીય તપાસ ટીમે બાવળા તાલુકામાં બે સ્થળોએ આકસ્મિક દરોડા પાડી કુલ રૂ. 1.40 કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો છે. સાકોદરા ગામે ગેરકાયદેસર માટી ખનન કરતા એક એક્સકેવેટર અને બે ડમ્પર જપ્ત કરી અંદાજે રૂ. 1 કરોડનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે સાંકોડ ગામેથી એક એક્સકેવેટર અને બે ટ્રેક્ટર સહિત રૂ. 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સમગ્ર કાર્યવાહી બાદ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે

આ સમાચાર શેર કરો