VIDEO/ Dakor News: ગેરકાયદે ખનન પર તંત્રનો સપાટો, ૩ વાહનો ઝડપાતા ભૂમાફિયાઓમાં ફફડાટ
ડાકોર બ્રિજ પાસેથી કપડવંજ તરફ જતા માર્ગ પર ખાણ-ખનિજ વિભાગની ટીમે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ

ડાકોર બ્રિજ પાસેથી કપડવંજ તરફ જતા માર્ગ પર ખાણ-ખનિજ વિભાગની ટીમે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર રીતે ખનીજ વહન કરતા ત્રણ વાહનો ઝડપાયા હતા. વાહનચાલકો પાસે કોઈ પણ પ્રકારના દસ્તાવેજ ન મળતા તંત્રએ કડક કાર્યવાહી કરી વાહનો સીઝ કર્યા છે. નટવરસિંહ પરમાર, વિપુલ ઓડ અને યુવરાજ વણઝારાની માલિકીના વાહનોમાંથી અંદાજે 40 થી 45 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે અને 5 લાખનો દંડ પણ ફટકારાયો છે. બીજી તરફ, મહીસાગર પટ વિસ્તારમાં પણ ગેરકાયદેસર ખનન અંગે તપાસની માંગ ઉઠી છે. તંત્રની કાર્યવાહીથી ખનિજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.



