મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Kheda news: માતાએ કેનાલમાં બે દીકરીઓ સાથે લગાવી મોતની છલાંગ, બચાવવા પડેલા પિતા પણ ડૂબ્યા

કપડવંજ તાલુકાના આતરોલી વિસ્તારમાંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં એક દુઃખદ ઘટના સામે આવી છે.

Kheda news: માતાએ કેનાલમાં બે દીકરીઓ સાથે લગાવી મોતની છલાંગ, બચાવવા પડેલા પિતા પણ ડૂબ્યા
આ સમાચાર સાંભળો

કપડવંજ તાલુકાના આતરોલી વિસ્તારમાંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. અગમ્ય કારણોસર એક મહિલાએ પોતાની બે દીકરીઓ સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું, જ્યારે તેમને બચાવવા પતિએ પણ કેનાલમાં ઝંપલાવ્યું હતું.

ઘટનાને પગલે સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી,પણ કેનાલમાં ડૂબી જવાથી મહિલા અને બંને દીકરીઓના મોત નિપજ્યા હતા, જેમની ઓળખ બાવાના મુવાડા ગામના રહેવાસી તરીકે થઈ છે. બાદમાં આંતરસુંબા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અંતે ત્રણેયના મૃતદેહો કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને પિતાની શોધખોળ ચાલુ છે. 

આ સમાચાર શેર કરો