મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO:"ભૂમાફિયાઓ પર તંત્રની લાલ આંખ, 54 ગેરકાયદેસર મકાનો પર બુલડોઝર"

ઓડિશાના મયુરભંજ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા ભૂમાફિયાઓ અને અતિક્રમણ વિરુદ્ધ લાલ આંખ કરવા

ઓડિશાના મયુરભંજ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા ભૂમાફિયાઓ અને અતિક્રમણ વિરુદ્ધ લાલ આંખ કરવામાં આવી છે. જિલ્લાના કરતાબાશા વિસ્તારમાં સરકારી જમીન પર ખડકી દેવાયેલા 54 જેટલા ગેરકાયદેસર મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ અને નોટિસ આપ્યા બાદ, ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. વહીવટી તંત્ર અનુસાર, આ જમીન સરકારી પ્રોજેક્ટ અને જાહેર હિત માટે સુરક્ષિત હતી, જેના પર ગેરકાયદેસર રીતે કબ્જો કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન સ્થાનિકોમાં આંશિક રોષ જોવા મળ્યો હતો, પરંતુ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ તેનાત કરવામાં આવ્યા હતા. આ મેગા ડિમોલિશન ડ્રાઈવ દ્વારા તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સરકારી જમીન પર કોઈપણ પ્રકારનું દબાણ સહન કરવામાં આવશે નહીં.

આ સમાચાર શેર કરો