મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO:ઓડિશામાં JSW નો મેગા સ્ટીલ પ્લાન્ટ

ઓડિશાના ઔદ્યોગિક ઇતિહાસમાં એક મોટો સીમાચિહ્નરૂપ નિર્ણય લેવાયો છે. જગતસિંહપુર જિલ્લાના ઇરસામા વિસ્તારમાં આવેલા ઢીંકિયા ખાતે

ઓડિશાના ઔદ્યોગિક ઇતિહાસમાં એક મોટો સીમાચિહ્નરૂપ નિર્ણય લેવાયો છે. જગતસિંહપુર જિલ્લાના ઇરસામા વિસ્તારમાં આવેલા ઢીંકિયા ખાતે જેએસડબલ્યુ સ્ટીલના મેગા ઇન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટના બ્લાસ્ટ ફર્નેસ અને નિર્માણ કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી અને જેએસડબલ્યુ ગ્રુપના ચેરમેન સજ્જન જિંદાલની ગરિમામય ઉપસ્થિતિમાં આ ભવ્ય શિલાન્યાસ સમારોહ યોજાયો હતો. આ પ્રોજેક્ટ આશરે ૧.૨૫ લાખ કરોડના માતબર રોકાણ સાથે શરૂ થઈ રહ્યો છે, જે ઓડિશાના ઇતિહાસમાં સૌથી મોટા ઔદ્યોગિક રોકાણોમાંનું એક છે. આ પ્રસ્તાવિત સ્ટીલ કોમ્પ્લેક્સ બે તબક્કામાં વિકસાવવામાં આવશે અને તે વાર્ષિક આશરે ૨૪ મિલિયન ટન સ્ટીલનું ઉત્પાદન કરશે તેવી અપેક્ષા છે. આ મેગા પ્રોજેક્ટમાં સ્ટીલ પ્લાન્ટ ઉપરાંત ૧૨ મિલિયન ટનની ક્ષમતા ધરાવતો સિમેન્ટ પ્લાન્ટ ૯૦૦ મેગાવોટનો કેપ્ટિવ પાવર પ્લાન્ટ અને એક સમર્પિત જેટી પણ સામેલ હશે. આ પ્રોજેક્ટ દ્વારા આશરે ૪૨ ૦૦૦ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી થવાની સંભાવના છે. નોંધનીય છે કે, આ એ જ જમીન છે જ્યાં લગભગ બે દાયકા પહેલા દક્ષિણ કોરિયાની દિગ્ગજ સ્ટીલ કંપની પોસ્કો નો પ્લાન્ટ આવવાનો હતો, પરંતુ સ્થાનિક વિરોધને કારણે તે પ્રોજેક્ટ રદ થયો હતો. હવે આ પ્રોજેક્ટ શરૂ થતાં ઓડિશા ભારતના સ્ટીલ કેપિટલ તરીકે ઉભરી આવશે. મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે વર્ષ ૨૦૨૮ સુધીમાં આ પ્લાન્ટમાંથી સ્ટીલનું ઉત્પાદન શરૂ થઈ જશે જે આ ક્ષેત્રના આર્થિક વિકાસને નવી ગતિ આપશે. 

આ સમાચાર શેર કરો