મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: છોટાઉદેપુર / કપરાલી-ઢસા બસ રોકીને ગ્રામજનોનો વિરોધ, આદિવાસી સમાજે લગાવ્યા ગંભીર આક્ષેપ

છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કપરાલી ગામે કપરાલી-ઢસા બસ રોકીને ગ્રામજનોએ ઉગ્ર આંદોલન કર્યું હ

છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કપરાલી ગામે કપરાલી-ઢસા બસ રોકીને ગ્રામજનોએ ઉગ્ર આંદોલન કર્યું હતું. મજૂરી અર્થે કાઠિયાવાડ જતા આદિવાસી સમાજના લોકોનો આક્ષેપ છે કે, વિસ્તારમાં નેટવર્કનો અભાવ અને લોકો અશિક્ષિત હોવા છતાં એસટી નિગમ દ્વારા ફરજિયાત ઓનલાઇન બુકિંગનો આગ્રહ રાખવામાં આવે છે, જેના કારણે રોજના 50 થી 60 મુસાફરો મુસાફરીથી વંચિત રહી જાય છે. ગ્રામજનોએ માંગ કરી છે કે મુસાફરોને પડતી હાલાકી દૂર કરવા ઓનલાઇન બુકિંગ પ્રક્રિયા તાત્કાલિક બંધ કરવામાં આવે અને બસનો સમય સવારે 7.30 ના બદલે વહેલી સવારે 6 વાગ્યાનો કરવામાં આવે જેથી શ્રમિકોને આખી રાત બસની રાહ ન જોવી પડે.

આ સમાચાર શેર કરો