Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : A massive fire broke out in the early hours of the morning in Cuttack city of Odisha.

VIDEO: ઓડિશાના કટક શહેરમાં વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી....

Timeછેલ્લું અપડેટ : 02 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઓડિશાના કટક શહેરમાં આવેલા લિંક રોડ ડેઈલી માર્કેટમાં આજે વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બજારની અનેક દુકાનો તેની ઝપેટમાં આવી ગઈ છે. આગના વિશાળ લપકારા અને આકાશમાં ધુમાડાના કાળા ગોટેગોટા ઉડતા જોઈ શકાય છે, જેના કારણે સ્થાનિક વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બજારનો વિસ્તાર સાંકડો અને ગીચ હોવાના કારણે ફાયર ફાઈટર્સને આગ પર કાબૂ મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં આગને વધુ ફેલાતી અટકાવવા માટે સેંકડો જવાનો સતત પાણીનો મારો ચલાવી રહ્યા છે. પ્રાથમિક અહેવાલો મુજબ, આ દુર્ઘટનામાં મોટા પાયે આર્થિક નુકસાન થવાની ભીતિ છે

App Store
ટોપિક્સ:gstvgstv newscuttackodishafire