મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:કુકરમુંડામાં ભૂમાફિયાઓ પર તંત્રની 'ગાજ'

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં પ્રાંત અધિકારી અને મામલતદારની સંયુક્ત ટીમે રેતીની લીઝ પર રેડ પાડતા ભૂમાફ

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં પ્રાંત અધિકારી અને મામલતદારની સંયુક્ત ટીમે રેતીની લીઝ પર  રેડ પાડતા ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો... જુના પીપલાસ ગામે આવેલ અલ્પેશ  પંચાલની રેતીની લીઝ પર તંત્ર દ્વારા ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન રેતી સંગ્રહ અંગેના જરૂરી કાગળો, રોયલ્ટી પાસ કે અન્ય કોઈ આધાર-પુરાવા રજૂ ન કરી શકાતા ૨૭ લાખથી વધુની કિંમતની સાદી રેતીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, સ્થળ પરથી રેતી ભરીને જતી એક ટ્રકને અટકાવી તેની પાસે પણ રોયલ્ટી સહિતના દસ્તાવેજો ન મળતા તંત્રએ ટ્રક પણ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો