મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: તમિલનાડુમાં NDA ગઠબંધનની સીટ શેરિંગ મામલે બંધ બારણે બેઠક યોજાશે

તમિલનાડુ વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા બધા રાજકીય પક્ષો તે

તસવીર: gstv

 તમિલનાડુ વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા બધા રાજકીય પક્ષો તેમના રાજકીય સમીકરણોને સમાયોજિત કરવામાં વ્યસ્ત છે. દરમિયાન NDA  ગઠબંધનમાં સીટ શેરિંગ મામલે કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે પણ ખાસ નિવેદન આપ્યું હતું.

NDA ગઠબંધનને મજબૂત બનાવવા માટે AIDMKVE મહાસચિવ સાથે બેઠક યોજી

તમિલનાડુમાં પ્રભારી પિયુષ ગોયલે NDA ગઠબંધનને મજબૂત બનાવવા માટે AIDMKVE મહાસચિવ ઇ. પલાનીસ્વામી (ઈપીએસ) સાથે બેઠકો યોજી હતી. તો બીજી તરફ સીટ શેરિંગ મામલે પણ બેઠક યોજવાના છે.

અમે આ મુદ્દાઓ પર રૂબરૂ ચર્ચા કરવના છીએ,

 તમિલનાડુમાં NDA ગઠબંધનમાં બેઠકોની વહેંચણી અંગે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું, અમે આ મુદ્દાઓ પર રૂબરૂ ચર્ચા કરવના છીએ, અને  આ મામલે બંધ બારણે બેઠક યોજાવાના છીએ. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે અમે તેને અંતિમ સ્વરૂપ આપીશું, ત્યારે અમે મીડિયાને જાણ કરીશું. તેને સૌહાર્દપૂર્ણ રીતે અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

આ સમાચાર શેર કરો