મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

75ની ઉંમરમાં રિટાયરમેન્ટ...PM મોદીના સંન્યાસના સવાલ પર દિગ્ગજ નેતાનો જવાબ

NCP (SP)ના પ્રમુખ શરદ પવારે કહ્યું કે તે ખુદ 85 વર્ષના થઇ ગયા છે અને હજુ પણ કામ કરી રહ્યા

75ની ઉંમરમાં રિટાયરમેન્ટ...PM મોદીના સંન્યાસના સવાલ પર દિગ્ગજ નેતાનો જવાબ

NCP (SP)ના પ્રમુખ શરદ પવારે કહ્યું કે તે ખુદ 85 વર્ષના થઇ ગયા છે અને હજુ પણ કામ કરી રહ્યા છે માટે તેમણે આ ચર્ચામાં પડવાનો કોઇ 'નૈતિક અધિકાર' નથી કે 75 વર્ષ પૂર્ણ કર્યા બાદ નેતાઓએ પદ પરથી ખસી જવું જોઇએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે 75 વર્ષના થયા છે અને તેમણે લઇને છેલ્લા કેટલાક દિવસોથી આ ચર્ચા ચાલતી હતી. આ મુદ્દો RSSના વડા મોહન ભાગવતના એક નિવેદનથી શરૂ થયો હતો. 

75 વર્ષના થયા PM મોદી

NCP (SP)ના પ્રમુખ શરદ પવારને પૂછવામાં આવ્યું કે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે પદ પરથી ખસી જવું જોઇએ કારણ કે તે 75 વર્ષના થઇ ગયા છે, તેના માટે ભાજપના સીનિયર નેતા એલકે અડવાણી અને મુરલી મનોહર જોશીનું ઉદાહરણ આપવામાં આવ્યું. આ સવાલના જવાબમાં શરદ પવારે કહ્યું, 'ભાજપના લોકો હવે કહે છે કે તેમણે ક્યારેય નથી કહ્યું કે 75 વર્ષની ઉંમર બાદ નેતાઓએ પદ પરથી ખસી જવું જોઇએ.'

ટિપ્પણી કરવાનો નૈતિક અધિકાર નથી

શરદ પવારે કહ્યું, 'શું હું પદ પરથી ખસી ગયો? હું 85 વર્ષનો છું અને મારો ટિપ્પણી કરવાનો કોઇ નૈતિક અધિકાર નથી.'

આ સમાચાર શેર કરો