PM મોદીએ જે વંદે ભારત ટ્રેનનું કર્યું ઉદ્દઘાટન તેના પર ભાજપ કાર્યકર્તાએ કર્યો કબ્જો, યુવતી સાથે કરી મારામારી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચુઅલી ત્રણ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી છે. મેરઠથી લખનૌ માટે શરૂ થ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચુઅલી ત્રણ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી છે. મેરઠથી લખનૌ માટે શરૂ થયેલી વંદે ભારત ટ્રેનના પ્રથમ દિવસે જ વિવાદ સામે આવ્યો છે. ખુદને ભાજપના કાર્યકર્તા ગણાવતા એક યુવકે યુવતીને થપ્પડ મારી હતી. ભાજપના કાર્યકર્તાઓએ વંદે ભારત ટ્રેનમાં ભોજન લેવા જતી યુવતી અને તેના મિત્રને માર માર્યો હતો.
ભાજપના કાર્યકર્તાએ યુવતીને માર્યો માર
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં વંદે ભારત ટ્રેનમાં ભાજપના કાર્યકર્તાને માર મારવાની ઘટના સામે આવી છે. 'આ ભાજપની કેબિન છે તમે અહીંથી ના જઇ શકો, તમે જાણતા નથી કે હું ભાજપનો કાર્યકર્તા છું.' ભાજપના કાર્યકર્તાઓએ વંદે ભારત ટ્રેનમાં ભોજન લેવા જતી યુવતીને માર માર્યો હતો.
કોંગ્રેસે પણ ઉઠાવ્યા સવાલ
કોંગ્રેસે પણ આ ઘટનાને લઇને સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોસ્ટ કરતા લખ્યુ, 'નરેન્દ્ર મોદીએ આજે મેરઠથી લખનૌ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી પછી આ ટ્રેનમાં ભાજપના નેતાઓએ કબ્જો જમાવી લીધો. ટ્રેનમાં એક મહિલા મુસાફર જ્યારે ભોજન લેવા જતી હતી તો ભાજપના નેતાઓએ તેની સાથે ખરાબ વ્યવહાર કર્યો અને મારપીટ કરી. આ વીડિયો ભાજપની ચાલ, ચરિત્ર અને ચહેરાનો સાક્ષી છે.'








