કઈ કંપનીએ બનાવી છે કોવિશિલ્ડ, કેટલા ટ્રાયલ બાદ મળી હતી મંજૂરી?, જાણો શું લાગ્યા છે આરોપ
કોરોના વાયરસ સામે ઝઝૂમવા માટે ઉપયોગમાં લેવાયેલી વેક્સીનની સાઈડ ઈફેક્ટના તમામ દાવાઓની વચ્ચે કોવિશિલ્ડ વેક્સીન બના

કોરોના વાયરસ સામે ઝઝૂમવા માટે ઉપયોગમાં લેવાયેલી વેક્સીનની સાઈડ ઈફેક્ટના તમામ દાવાઓની વચ્ચે કોવિશિલ્ડ વેક્સીન બનાવતી કંપની એસ્ટ્રાઝેનેકાએ બ્રિટિશ કોર્ટમાં મોટો ખુલાસો કર્યો છે. કંપનીએ કોર્ટના દસ્તાવેજોમાં પ્રથમ વખત સ્વીકાર્યું છે કે COVID-19 વેક્સિનની આડઅસર થઈ શકે છે. જોકે, કંપનીનો દાવો છે કે આવી આડઅસરના કેસની સંખ્યા ઘણી ઓછી છે. જાણો કોવિશિલ્ડ રસી ક્યારે અને કેટલા ટ્રાયલ પછી મંજૂર કરવામાં આવી હતી.
વાયરલ વેક્ટર પ્લેટફોર્મનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવી
ઓક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકાની રસી ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા કોવિશિલ્ડ નામથી બનાવવામાં આવી હતી. કોવિશિલ્ડને વાયરલ વેક્ટર પ્લેટફોર્મનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવી હતી. આ એક સંપૂર્ણપણે અલગ ટેકનોલોજી હતી. કોવિશિલ્ડમાં ચિમ્પાન્ઝીમાં જોવા મળતા સામાન્ય શરદીના સંક્રમણના એડેનો વાયરસનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી. એડેનો વાયરસના જીનેટિક SARS-CoV-2 કોરોના વાયરસના સ્પાઇક પ્રોટીન જેવી જ છે. સ્પાઇક પ્રોટીન દ્વારા જ વાયરસ શરીરના કોષોમાં પ્રવેશ કરે છે. કોવિશિલ્ડ ઇબોલા વાયરસ સામે લડતી રસી જેવી જ બનાવવામાં આવી હતી.
પ્રથમ તબક્કામાં 70 ટકા અસરકારકતા જોવા મળી
સીરમ સંસ્થાએ 23,745થી વધુ લોકો પર પ્રથમ તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરી હતી. તેના પરિણામોમાં 70.42 ટકા અસરકારકતા જોવા મળી હતી. તેના બીજા અને ત્રીજા તબક્કાનું ટ્રાયલ 1600 લોકો પર કરવામાં આવ્યું હતું. AstraZeneca એ 23 નવેમ્બર 2020 ના રોજ તેના ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ્સનાં પરિણામોની જાહેરાત કરી. આ મુજબ, જ્યારે અડધો અને એક સંપૂર્ણ ડોઝ આપવામાં આવ્યો, તે 90% સુધી અસરકારક રહ્યો. જ્યારે બે સંપૂર્ણ ડોઝ આપ્યા પછી તે 62% અસરકારક હતી. આ પછી સરકારે રસીકરણ કાર્યક્રમને મંજૂરી આપી અને 16 જાન્યુઆરી, 2021થી દેશભરમાં રસીકરણ શરૂ થયું. ટ્રાયલ દરમિયાન જેઓને રસી આપવામાં આવી હતી તેમાંથી કેટલાકને માથાનો દુખાવો અને હળવા તાવના લક્ષણો જોવા મળ્યા હતા. જે સામાન્ય દવાથી થોડા જ દિવસમાં સારું થઈ ગયું હતું.
આવી રીતે કરવામાં આવે છે ટ્રાયલ
માનવ પર કોઈપણ પ્રકારની વેક્સિન કુલ ચાર તબક્કામાં થાય છે. પહેલા તબક્કામાં એ સમજવાનો પ્રયાસ થાય છે કે વેક્સિનની કોઈ આડઅસર તો નથી ને. બીજા તબક્કામાં એવું તપાસ કરવામાં આવે છે કે વેક્સિન શરીરમાં દાખલ થયા પછી રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં સહાયભૂત સાબિત થઈ છે કે નહીં. જેનાથી માણસ આ વાયરસ સામે લડી શકે. ત્રીજા તબક્કામાં સંશોધકો પોતાના નિષ્કર્ષની પુષ્ટિ કરે છે કે તેમના દ્વારા બનાવેલી વેક્સિન યોગ્ય છે કે નહીં. ચોથા તબક્કામાં સંશોધકો એ વાતનું ધ્યાન આપે છે કે વેક્સિન અસરકારક સાબિત થઈ રહી છે કે નહીં.
લોકો હંમેશા કોવિડ રસીની આડઅસરો વિશે વાત કરે છે પરંતુ આજ સુધી કોઈ તેની આડઅસરો વિશે ગંભીર નથી. સોમવાર 29 એપ્રિલના રોજ યુકે હાઈકોર્ટમાં દાખલ કરાયેલ દસ્તાવેજોમાં, એસ્ટ્રાઝેનેકાએ પ્રથમ વખત સ્વીકાર્યું કે, તેની કોવિડ-19 રસી આડઅસરનું કારણ બની શકે છે. તેનાથી હાર્ટ એટેક, બ્રેઈન સ્ટ્રોક અને પ્લેટલેટ્સમાં ઘટાડો થઈ શકે છે. મોટાભાગના દેશોમાં એસ્ટ્રાઝેનેકા રસી કોવિશિલ્ડ નામથી વેચાતી હતી. એસ્ટ્રાઝેનેકાની કોવિડ-19 રસી લોન્ચ કરવામાં આવી ત્યારે પણ તેની આડ અસરોને લઈને ઘણો વિવાદ થયો હતો.






