મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સમગ્ર દેશમાં આજે UPSCની સિવિલ સર્વિસિસની પરીક્ષા, વિદ્યાર્થીઓ આપશે બે પેપરની પરીક્ષા

આજે સમગ્ર દેશમાં UPSCની સિવિલ સર્વિસીસની પરીક્ષા યોજાશે. દેશભરમાં લાખો વિદ્યાર્થીઓ પ્રિ

સમગ્ર દેશમાં આજે UPSCની સિવિલ સર્વિસિસની પરીક્ષા, વિદ્યાર્થીઓ આપશે બે પેપરની પરીક્ષા

આજે સમગ્ર દેશમાં UPSCની સિવિલ સર્વિસીસની પરીક્ષા યોજાશે. દેશભરમાં લાખો વિદ્યાર્થીઓ પ્રિલીમ્સ પરીક્ષા આપશે. બે પાળીમાં આ પરીક્ષા યોજાશળે, જેમાં પહેલું પેપર GS અને બીજું પેપર CSATનું રહેશે.

પરીક્ષા સેન્ટરમાં ચુસ્ત બંદોબસ્ત

પરીક્ષા સેન્ટરોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ ઓળખપત્ર અને હોલટિકિટ સાથે પ્રવેશ લેવાનો રહેશે. GS ના પેપરમાં ઇતિહાસ, ભૂગોળ,અર્થશાસ્ત્ર, રાજનીતિ શાસ્ત્ર અને વિજ્ઞાનના સવાલો પૂછશે, તો બીજી તરફ CSAT માં કોમ્પ્રીંહેન્સન, લોજીકલ રિઝનિંગ અને એનાલિ્ટિકલ એબીલિટી બેઝ સવાલો પૂછવામાં આવશે.

વિદ્યાર્થીોને પરીક્ષાના સમયથી એક કલાક પહેલા સેન્ટર પર પહોંચવાનું રહેશે

ઉલ્લેખનીય છે કે UPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓને કેટલાક વર્ષોથી CSATનું પેપર અઘરું લાગી રહ્યું છે, વિદ્યાર્થીઓને પરીક્ષાના સમયથી એક કલાક પહેલા સેન્ટર પર પહોંચવાનું રહેશે. GSની પરીક્ષા સવારે 9:30 થી 11:30ના સમયગાળા દરમિયાન યોજાશે, તો બીજી તરફ CSATનું પેપર બપોરે 2:30 વાગ્યે શરૂ થશે. તમામ સેન્ટરો CCTVથી સજ્જ રહેશે.

આ સમાચાર શેર કરો