UP: ચિત્રકૂટમાં બેકાબુ ડમ્પરે રીક્ષાને મારી ટક્કર, ગંભીર અકસ્માતમાં 5 લોકોના મોત ત્રણ ઘાયલ

ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બેકાબૂ ડમ્પરે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલો શહેર કોતવાલી વિસ્તારના કપસેઠી અમનપુર ગામના નેશનલ હાઈવેને લગતો છે.
આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા
પ્રત્યક્ષદર્શીઓના કહેવા મુજબ ડમ્પરની સ્પીડ ઘણી વધારે હતી અને ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને સામેથી આવી રહેવલી ડમ્પર તેજ ગતિએ આવી રહ્યું હતું અને સામેથી આવી રહેલી રિક્ષાને ટક્કર મારી હતી. જેના કારણે ઓટોનો આગળના સમગ્ર ભાગનો કચ્ચરઘાણ વળ્યો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે ટક્કર બાદ ઓટોમાં બેઠેલા લોકો બહાર પડી ગયા હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ રાહત કાર્ય શરૂ કર્યું હતું.
લોકોએ આનના ફાનનમાં એમ્બ્યુલન્સ બોલાવી અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસની એક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, જેમણે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી.
રિક્ષા સાથે અકસ્માત કર્યા બાદ ડમ્પરનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માત કારવી કોતવાલી વિસ્તારના અમનપુરમાં થયો હતો. ઓટો ચિત્રકૂટ રેલવે સ્ટેશનથી રામઘાટ જઈ રહી હતી, જેમાં 9 લોકો મુસાફરી કરી રહ્યા હતા.

