મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: બારાબંકીમાં ચાલતી બસ પર પડ્યું વૃક્ષ: અકસ્માતમાં 5ના મોત,અન્ય ઘાયલ

મેઘાએ પૂરા ભારતનાં મહેર મૂકી છે. એવામાં ઉત્તર પ્રદેશના બારાબંકીમાં મૂશળધાર વરસાદ વચ્ચે

VIDEO: બારાબંકીમાં ચાલતી બસ પર પડ્યું વૃક્ષ: અકસ્માતમાં 5ના મોત,અન્ય ઘાયલ

મેઘાએ પૂરા ભારતનાં મહેર મૂકી છે. એવામાં ઉત્તર પ્રદેશના બારાબંકીમાં મૂશળધાર વરસાદ વચ્ચે મોટો અકસ્માત સર્જાયો હતો, જ્યાં મુસાફરોથી ભરેલી રોડવેઝ બસ પર એક મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં 5 લોકોના મોત નિપજ્યા અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાંથી 2ની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે. વૃક્ષ ધરાશાયી થયા બાદ કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જોકે, બાદમાં પોલીસ તંત્ર દ્વારા ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી રૂટ સાફ કરવામાં આવ્યો હતો. 

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, બારાબંકી-હૈદરગઢ માર્ગ પર હરખ રાજા બજાર પાસે આ અકસ્માત સર્જાયો હતો. અહીં મુસાફરોથી ભરેલી બસ પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક તેના પર વૃક્ષ પડ્યું હતું. ત્યારબાદ ઘટનાસ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ અને બસમાં સવાર મુસાફરો ડરના માર્યા બૂમો પાડીને જીવ બચાવવા મદદ માંગી રહ્યા હતા. ઘણાં લોકો પોતાનો જીવ બચાવવા માટે બસની બારીથી કૂદતા જોવા મળ્યા હતા. આ દુર્ધટનામાં અનેક ઈજાગ્રસ્ત પણ થયા હતા. જોકે, સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા શરુ કરી હતી. 

પીડિત મહિલા રોષે ભરાઈ

આ દરમિયાન બસમાં ફસાયેલી મહિલા પીડિત મુસાફરોનો વીડિયો બનાવનાર વ્યક્તિ પર રોષે ભરાઈ હતી. મહિલાએ કહ્યું કે, "અહીં જિંદગી અને મોતનો સવાલ છે અને તમે વીડિયો બનાવી રહ્યા છે. જો ઝાડની ડાળી દૂર કરવામાં મદદ કરતા તો અમે બહાર નીકળી જાત." ત્યારબાદ વીડિયો શૂટ કરી રહેલા વ્યક્તિને લોકોએ ત્યાંથી દૂર હટાવ્યો. 

5ના મોત, 6થી વધુ ઈજાગ્રસ્ત

આ અકસ્માતમાં 4 મહિલા સહિત પાંચ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ સિવાય 6થી 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ફસાયેલા લોકો વૃક્ષ કાપીને બહાર નીકળી ગયા હતા. જોકે, વરસાદના કારણે રાહત અને બચાવ કાર્યમાં વિલંબ થયો હતો. 

આ સમાચાર શેર કરો