UP: મિર્ઝાપુરમાં ટ્રેક્ટર ટ્રોલીને બેકાબૂ ટ્રકે મારી ટક્કર, અકસ્માતમાં 10 મજૂરોના મોત
ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં, વારાણસી-પ્રયાગરાજ રાષ્ટ્રીય ધો

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં, વારાણસી-પ્રયાગરાજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કચવાણ પોલીસ સ્ટેશન વિસ્તારના કટકા ગામ પાસે અનિયંત્રિત ટ્રકે ટ્રેક્ટર ટ્રોલીને ટક્કર મારી હતી.આ ટક્કર એટલી ભયાનક હતી કે ટ્રેક્ટર ટ્રોલીના ટુકડા થઈ ગયા હતા અને ટ્રેક્ટર ગટરમાં પલટી ગયું હતું. આ અકસ્માતમાં ટ્રેક્ટર ટ્રોલીમાં સવાર 10 મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ત્રણ મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. દરેકને વારાણસી ટ્રોમા સેન્ટરમાં રીફર કરવામાં આવ્યા છે.
ભદોહીના મજૂરો જઈ રહ્યા હતા તેમના ઘરે
ભદોહીના મજૂરો ટ્રેક્ટરમાં બેસીને વારાણસીના રામસિંહપુર મિર્ઝામુરાદમાં તેમના ઘરે જઈ રહ્યા હતા, તે દરમિયાન આ અકસ્માત થયો. અકસ્માતની માહિતી મળતા જ પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને ઘટનાની તપાસ હાથ ધરી હતી. ત્રણ ઘાયલ મજૂરોને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે, અને બીજી તરફ તમામ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ મજૂરો વારાણસીના રહેવાસી છે.
અકસ્માતમાં જીવ ગુમાવનાર
ભાનુ પ્રતાપ,
વિકાસ કુમાર,
અનિલ કુમાર,
સૂરજ કુમાર,
સનોહર,
રાકેશ કુમાર,
પ્રેમ કુમાર,
રાહુલ કુમાર,
નીતિન કુમાર
રોશન કુમાર
દરમિયાન ઘાયલોમાં આકાશ કુમાર, જામુની અને અજય સરોજનો સમાવેશ થાય છે. આ તમામ લોકો બિરબલપુર મિરઝામુરાદ અને રામસિંહપુર મિરઝામુદાર ગામના રહેવાસી હતા. આ અકસ્માત ગુરુવારે રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ થયો હતો.








