મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જયપુરમાં પણ દિલ્હી જેવી ઘટના, બેઝમેન્ટમાં પાણી ભરાતા એક જ પરિવારના 3 લોકોના મોત

જયપુરમાં ભારે વરસાદને કારણે રોડ, એરપોર્ટ, રેલવે સ્ટેશન, હોસ્પિટલ સહિત દરેક જગ્યાએ પાણી ભરાયેલું

જયપુરમાં પણ દિલ્હી જેવી ઘટના, બેઝમેન્ટમાં પાણી ભરાતા એક જ પરિવારના 3 લોકોના મોત

જયપુરમાં ભારે વરસાદને કારણે રોડ, એરપોર્ટ, રેલવે સ્ટેશન, હોસ્પિટલ સહિત દરેક જગ્યાએ પાણી ભરાયેલું છે. વરસાદને કારણે જયપુરમાં પણ દિલ્હી જેવી ઘટના બની છે. વિશ્વકર્મા વિસ્તારમાં બેઝમેન્ટમાં વરસાદનું પાણી ભરાઇ જતા ત્રણ લોકોના મોત થયા છે.

દિલ્હીમાં પણ બેઝમેન્ટમાં પાણી ભરાતા ત્રણ લોકોના થયા હતા મોત

દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્રનગરમાં આવેલા RAU'S IAS કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં બનેલી લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. આ દરમિયાન ભારે વરસાદ પડતા કોચિંગની બહાર બનેલા રસ્તામાં પાણી ભરાઇ ગયું હતું. આ દરમિયાન બેસમેન્ટમાં અચાનક 2-3 મિનિટની અંદર જ 10-12 ફૂટ પાણી ભરાઇ ગયું હતું.

જ્યારે આ ઘટના બની તે સમયે બેસમેન્ટમાં સિવિલ સેવા પરીક્ષાની તૈયારી કરતા 35 વિદ્યાર્થી અભ્યાસ કરતા હતા. આ સૂચના બાદ દિલ્હી ફાયર સર્વિસ અને NDRFની ટીમ બોલાવવામાં આવી હતી. તેમ છતાં ત્રણ વિદ્યાર્થીઓને બચાવી શકાયા નહતા. આ દૂર્ઘટના બાદ દિલ્હીમાં બેસમેન્ટમાં ચાલતા તમામ કોચિંગ સેન્ટરો પર તાળું લગાવવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ ન્યાયની માંગ સાથે ધરણા પ્રદર્શન કરી રહ્યાં છે.

આ સમાચાર શેર કરો