મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હી બર્ગર કિંગ હત્યા કેસના ત્રણેય શૂટરો ઠાર, હરિયાણાના સોનીપતમાં એન્કાઉન્ટર

દિલ્હીના રાજૌરી ગાર્ડનમાં બર્ગર કિંગમાં ગોળી મારીને હત્યા કરનારા ત્રણ ગુનેગારોને દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન

દિલ્હી બર્ગર કિંગ હત્યા કેસના ત્રણેય શૂટરો ઠાર, હરિયાણાના સોનીપતમાં એન્કાઉન્ટર

દિલ્હીના રાજૌરી ગાર્ડનમાં બર્ગર કિંગમાં ગોળી મારીને હત્યા કરનારા ત્રણ ગુનેગારોને દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચ અને હરિયાણા એસટીએફના સંયુક્ત ઓપરેશનમાં બદમાશોને ઠાર કરવામાં આવ્યા છે. માર્યા ગયેલા ત્રણેય ગુનેગારો આશિષ કાલુ, સની ગુર્જર અને વિકી એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. 

ગત 18 જૂને રાજૌરી ગાર્ડન પોલીસ સ્ટેશનને રાત્રે 9.45 કલાકે માહિતી મળી કે બર્ગર કિંગ આઉટલેટમાં ફાયરિંગની ઘટના બની હતી. અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પશ્ચિમ દિલ્હીના રાજૌરી ગાર્ડન વિસ્તારમાં આવેલા બર્ગર કિંગ આઉટલેટની અંદર થોડી જ સેકન્ડોમાં અમનના શરીરમાં 40થી વધુ ગોળીઓ છોડવામાં આવી હતી. બર્ગર કિંગમાં જ્યારે બંને આરોપીઓ અમન પર ગોળીઓ વરસાવી રહ્યા હતા. ત્યારે વિજેન્દ્ર બહાર કારમાં બેસી તેમની રાહ જોઈ રહ્યો હતો.

આ સમાચાર શેર કરો