મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : કોચિંગ સેન્ટરની આગની તપાસમાં ત્રણ બેગ રિકવર

લખનઉના કોચિંગ સેન્ટરમાં લાગેલી આગની ઘટનાની તપાસ માટે એસઆટીની રચના બાદ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે

લખનઉના કોચિંગ સેન્ટરમાં લાગેલી આગની ઘટનાની તપાસ માટે એસઆટીની રચના બાદ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.. અગ્નિકાંડની ઘટનામાં એક મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. જે કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગવાથી 15 લોકોના મોત થયા  ત્યાં વીજળીનો લોડ નિર્ધારિત મર્યાદા કરતા ઘણો વધારે ચાલી રહ્યો હતો. શરૂઆતની તપાસ મુજબ  આ ત્રણ માળની ઈમારતને માત્ર 20 કિલોવોટ લોડની મંજૂરી મળી હતી. આ છતાં, જૂન મહિના સુધીમાં અહીંનો લોડ વધીને 34 કેવીએથી ઉપર પહોંચી ગયો હતો. મહિનાઓથી ચાલી રહેલી આ બેદરકારીને કારણે આખી બિલ્ડિંગની વીજળી સિસ્ટમ સંપૂર્ણ દબાણ હેઠળ હતી. હવે તપાસ એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું આ બેદરકારીએ અકસ્માતની ગંભીરતા વધારવામાં કોઈ ભૂમિકા ભજવી હતી. પોલીસે તપાસમાં બિલ્ડિંગ અંદરથી અલગ અલગ સામાન અને ત્રણ બેગ પણ રિકવર કરી છે...

આ સમાચાર શેર કરો