મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'કાશ્મીર અમારૂં છે...' જમ્મુ રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; કબૂતરના પગમાં મળ્યો પત્ર

જમ્મુના એક રેલવે સ્ટેશન પર IED બ્લાસ્ટની ધમકી મળી છે. આ ધમકી એક કબૂતરના પગમાં બાંધેલા કાગળ પર લખેલી હતી. આ

'કાશ્મીર અમારૂં છે...' જમ્મુ રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; કબૂતરના પગમાં મળ્યો પત્ર

જમ્મુના એક રેલવે સ્ટેશન પર IED બ્લાસ્ટની ધમકી મળી છે. આ ધમકી એક કબૂતરના પગમાં બાંધેલા કાગળ પર લખેલી હતી. આ કબૂતરને ભારત-પાકિસ્તાનના સરહદી વિસ્તારમાંથી પકડવામાં આવ્યું છે.

ધમકી મળ્યા બાદ જમ્મુ ડિવીઝનના સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા વધારવામાં આવી છે. BSFના એક જવાને જમ્મુથી લગભગ 40 કિલોમીટર દૂર RS પુરા સેક્ટરમાં ભારત-પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર પર આ કબૂતરને પકડ્યો છે.

કબૂતરના પગમાં લાગેલા કાગળમાં જમ્મુ તાવી રેલવે સ્ટેશન પર IED બ્લાસ્ટની ધમકી ઉર્દૂ અને અંગ્રેજી બન્ને ભાષામાં આપવામાં આવી હતી. ઉર્દૂ મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે કાશ્મીર અમારૂ છે, હવે સમય આવી ગયો છે. મેસેજના અંતમાં અંગ્રેજીમાં જમ્મુ સ્ટેશન પર IED બ્લાસ્ટની વાત પણ લખેલી હતી.આ ધમકી બાદ જમ્મુ તાવી રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

આ સમાચાર શેર કરો