મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ચોરે પર્સ ચોરી કરી રોકડ રાખી અને પોસ્ટ દ્વારા પરત કર્યા ડોક્યુમેન્ટ, પીડીતે આભાર માન્યો

પંજાબના જલાલાબાદમાં ચોરીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિનું પર્સ ચોરાઈ ગયું હ

ચોરે પર્સ ચોરી કરી રોકડ રાખી અને પોસ્ટ દ્વારા પરત કર્યા ડોક્યુમેન્ટ, પીડીતે આભાર માન્યો

પંજાબના જલાલાબાદમાં ચોરીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિનું પર્સ ચોરાઈ ગયું હતું. જેમાં રોકડ 7 હજાર સહિત જરૂરી ડોક્યુમેન્ટમાં  આધાર કાર્ડ અને પાન કાર્ડ પણ હતા. પરંતુ ચોરે ઉદારતા દાખવીને પીડિતના મહત્ત્વના ડોક્યુમેન્ટ પોસ્ટ દ્વારા તેના ઘરે પરત કરી દીધા હતા. પીડિતનું નામ જસવિંદર સિંહ છે. ચોરે પીડિતના આધાર કાર્ડ અને પાન કાર્ડ પોસ્ટ દ્વારા તેના ઘરે મોકલી દીધા છે.

મળતી માહિતી પ્રમાણે, પીડિત જસવિંદર સિંહ જલાલાબાદના ઘંગા કલાન ગામનો રહેવાસી છે. જસવિંદરના કહેવા પ્રમાણે, ચોરે પર્સમાં રાખેલા 7,000 રૂપિયા પરત કર્યા ન હતા, પરંતુ તેણે ડોક્યુમેન્ટ પરત કર્યા હતા. જસવિંદરે આ અંગે જણાવ્યું કે, તે થોડા દિવસો પહેલા શ્રી અમૃતસર સાહિબ ગયો હતો. દરમિયાન તેનું પર્સ ચોરી થઈ ગયુ, જે બાદ તેણે શોધ્યુ પણ મળ્યુ નહીં.  

વધુમાં જસવિંદરે જણાવ્યું કે, પર્સ ચોરીની ઘટના બાદ તે તરત જ ઘાંગા કલાન આવ્યો. ચોરી અંગે તેણે પરિવારજનોને પણ જણાવ્યું હતું. પૈસાની સાથે આધાર કાર્ડ અને પાન કાર્ડ પણ હતું' જેથી તે ચિંતિત હતો, કે તેને નવું આધાર અને પાન કાર્ડ બનાવવા માટે ફરીથી અરજી કરવી પડશે.

જસવિંદરના કહેવા પ્રમાણે, પર્સ ચોરીની ઘટનાના થોડા દિવસો બાદ તેના ઘરે ટપાલ આવી જેની અંદર તેનું આધાર કાર્ડ અને પાન કાર્ડ હતું. આ જોઈને તે ખુશ થઈ ગયો. કદાચ ચોરે થોડી માનવતા બતાવી અને તેના ડોક્યુમેન્ટ પરત કર્યા. 

હવે જસવિંદરે ચોરનો આભાર માન્યો છે કે, તેણે આ ઘટનાની સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરી નથી. આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ પોસ્ટ પર ઘણા યુઝર્સ કમેન્ટ કરી રહ્યાં છે જેમાં કેટલાક યુઝર્સ માનવતા બતાવવા માટે ચોરના વખાણ કરી રહ્યા છે તો ઘણા યુઝર્સ માને છે કે, ચોરી એ ગુનો છે. 

આ સમાચાર શેર કરો