મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

‘દેશમાં ફરીથી ચૂંટણી નહીં થાય’, નાણામંત્રી સીતારમણના પતિ પરકલા પ્રભાકરના દાવાએ મચાવી મચાવી સનસનાટી

નાણામંત્રી સીતારમણના પતિ અને અને અર્થશાસ્ત્રી પરકલા

‘દેશમાં ફરીથી ચૂંટણી નહીં થાય’, નાણામંત્રી સીતારમણના પતિ પરકલા પ્રભાકરના દાવાએ મચાવી મચાવી સનસનાટી

નાણામંત્રી સીતારમણના પતિ અને અને અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકરે દાવો કર્યો છે કે જો ભાજપ આ વર્ષની લોકસભા ચૂંટણી જીતશે તો દેશમાં ફરીથી ચૂંટણી નહીં થાય. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિ પરકલાનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે ખુદ પરકલા પ્રભાકરના નિવેદનનો વીડિયો શેર કર્યો છે.

કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર 1.49 મિનિટ લાંબો વીડિયો શેર કર્યો અને કહ્યું, ‘જો મોદી 2024માં ફરી વડાપ્રધાન બનશે તો દેશમાં ફરી ક્યારેય ચૂંટણી નહીં થાય, દેશનું બંધારણ બદલાઈ જશે. મોદી પોતે લાલ કિલ્લા પરથી નફરતનું ભાષણ આપશે અને સમગ્ર દેશમાં લદ્દાખ-મણિપુર જેવી સ્થિતિ સર્જાશે. પાર્ટીએ વધુમાં કહ્યું કે, “પરકલા જી એક જાણીતા અર્થશાસ્ત્રી છે અને નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિ છે.”

2029માં ચૂંટણી નહીં થાયઃ પરકલા પ્રભાકર

વાસ્તવમાં, અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકરે એક યુટ્યુબ ચેનલને ઈન્ટરવ્યુ આપ્યો હતો, જ્યાં તેમને પૂછવામાં આવ્યું હતું કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં ત્રીજી વખત સરકાર બનશે તો શું થશે? આના જવાબમાં તેમણે કહ્યું, “જો આવું થાય છે, તો એવી સંભાવના છે કે તમે બીજી ચૂંટણીની અપેક્ષા ન રાખી શકો. જો 2024ની ચૂંટણી પછી આ સરકાર પાછી આવે છે, તો તે પછી કોઈ ચૂંટણી નહીં થાય.”

‘દેશનું બંધારણ બદલાશે’

પરકલા પ્રભાકરે વધુમાં કહ્યું, “હવે તમારી પાસે જે દેશનું બંધારણ અને નકશો છે, તે સંપૂર્ણપણે બદલાઈ જશે. તમે તેને ઓળખી પણ શકશો નહીં. હવે તમે પાકિસ્તાન મોકલવાની, મારી નાખવાની અથવા ભગાવવાની જે વાતો ધર્મ સંસદ જેવા સ્થાનોએ સાંભળો છો. તે વાતો લાલ કિલ્લા પરથી સાંભળવા મળશે. અર્થશાસ્ત્રીએ કહ્યું, “આવી બાબતોને લઈને સંપૂર્ણપણે ખુલ્લી રમત હશે. આ સૌથી મોટો ખતરો છે.”

સમગ્ર દેશમાં મણિપુર જેવી સ્થિતિ સર્જાશેઃ અર્થશાસ્ત્રી પરકલા

નિર્મલા સીતારમણના પતિ પરકાલાએ સમગ્ર દેશમાં મણિપુર જેવી સ્થિતિ ઊભી થવાની ચેતવણી આપી. તેમણે કહ્યું, “અત્યારે તમે અનુભવી રહ્યા છો કે મણિપુરમાં હિંસા થઈ રહી છે, અહીં તે થવાની કોઈ શક્યતા નથી. તમારે આવું વિચારવાની જરૂર નથી, કારણ કે મણિપુરમાં આજે જે કંઈ થઈ રહ્યું છે, તે કાલે આપણા રાજ્યમાં પણ બની શકે છે. લદ્દાખ, મણિપુર જેવી સ્થિતિ અથવા ખેડૂતો સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું છે તે આખા દેશમાં થશે.”

આ સમાચાર શેર કરો