માલેગાંવ કેસમાં મોહન ભાગવતની ધરપકડનું હતું દબાણ, પૂર્વ ATS અધિકારીએ કર્યા સનસનિખેજ ખુલાસા
મહારાષ્ટ્રમાં 2008ના થયેલા માલેગાંવ બ્લાસ્ટ કેસની તપાસ કરનાર મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિઝમ સ્ક્વો

મહારાષ્ટ્રમાં 2008ના થયેલા માલેગાંવ બ્લાસ્ટ કેસની તપાસ કરનાર મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) ના ભૂતપૂર્વ પોલીસ અધિકારીના દાવાએ સનસનાટી મચાવી છે. ATSના પૂર્વ અધિકારીએ દાવો કર્યો છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતની ધરપકડ કરવા માટે તેમના પર દબાણ કરવામાં આવ્યું હતું. એમની ધરપકડ કરવાનું કહેવાયું હતું. જણાવી દઈએ કે, આ કેસમાં ભાજપના ભૂતપૂર્વ સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર સહિત તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના નીચલી અદાલતના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા મહારાષ્ટ્ર ATS ના નિવૃત્ત ઇન્સ્પેક્ટર મહેબૂબ મુજાવરે કહ્યું કે, ભાગવતની ધરપકડ કરવાનો આદેશ 'ભગવા આતંકવાદ' સ્થાપિત કરવાનો હતો.
મહારાષ્ટ્ર ATS ના નિવૃત્ત ઇન્સ્પેક્ટર મહેબૂબ મુજાવરે કહ્યું કે, કોર્ટના નિર્ણયથી ATS ની છેતરપિંડી નકારી કાઢવામાં આવી છે. શરૂઆતમાં ATS એ કેસની તપાસ કરી હતી, પરંતુ બાદમાં NIAને તપાસ સોંપી દેવાઈ હતી. એક વરિષ્ઠ અધિકારીનું નામ લઈને મુજાવરે કહ્યું કે, આ નિર્ણયથી નકલી અધિકારી દ્વારા કરવામાં આવતી નકલી તપાસનો પર્દાફાશ થયો છે.
મોહન ભાગવતની 'ધરપકડ' કરવાનું કહેવામાં આવ્યું હતું
મહેબૂબ મુજાવરે કહ્યું કે, તેઓ 29 સપ્ટેમ્બર, 2008 ના રોજ માલેગાંવ વિસ્ફોટની તપાસ કરી રહેલી ATS ટીમનો ભાગ હતા, જેમાં છ લોકો માર્યા ગયા હતા અને 101 અન્ય ઘાયલ થયા હતા. તેમણે દાવો કર્યો હતો કે, તેમને મોહન ભાગવતની 'ધરપકડ' કરવાનું કહેવામાં આવ્યું હતું. હું કહી શકતો નથી કે ATS દ્વારા તે સમયે શું તપાસ કરી હતી અને શા માટે... પરંતુ મને રામ કાલસાંગરા, સંદીપ ડાંગે, દિલીપ પાટીદાર અને RSS વડા મોહન ભાગવત જેવી હસ્તીઓ વિશે કેટલાક ગુપ્ત આદેશો અપાયા હતા. આ બધા એવા ઓર્ડર હતા જેનું પાલન થઈ શકે તેમ નહોતું. AT
મુજાવરે કહ્યું કે, હું સત્ય જાણતો હોવાથઈ મેં એ આદેશનું પાલન ન કર્યું. મોહન ભાગવત જેવા મોટા વ્યક્તિની ધરપકડ કરવી મારી ક્ષમતાની બહારનું હતું. મેં આદેશનું પાલન ન કર્યું તો મારી સામે ખોટો કેસ નોંધવામાં આવ્યો. જેને પગલે મારી 40 વર્ષની કારકિર્દી બરબાદ થઈ ગઈ. ભૂતપૂર્વ પોલીસ અધિકારીએ કહ્યું કે તેમની પાસે તેમના દાવાઓને સમર્થન આપવા માટે દસ્તાવેજી પુરાવા છે. કોઈ ભગવો આતંકવાદ નહોતો. બધું નકલી હતું.





