VIDEO: 'બિહારમાં જો ભૂલથી RJD અને કોંગ્રેસને સત્તામાં લાવ્યા તો જંગલરાજ આવશે': અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દરભંગાના અલીનગરમાં ભાજપના ઉમેદવાર મૈથિલી ઠાકુરના સમર્થનમાં જાહેર ર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દરભંગાના અલીનગરમાં ભાજપના ઉમેદવાર મૈથિલી ઠાકુરના સમર્થનમાં જાહેર રેલી યોજવા દરમિયાન RJD અને કોંગ્રેસના મહાગઠબંધન પર પ્રહારો કર્યા હતા. અમે યુવાઓને તક આપીએ છીએ. બિહારના વિકાસમાં અમે જે કર્યું છે તે કોઈએ કર્યું નથી. જેમની કોઈ રાજકીય બેકગ્રાઉન્ડ નથી એવી 25 વર્ષીય મૈથિલી ઠાકુરને ટિકિટ આપી છે. શું કોંગ્રેસ અને આરજેડીમાં આવું થઈ શકે?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, અમે મિથિલાને સન્માન આપવા માટે ઘણી બધી બાબતો કરી છે. અમે મૈથિલી ભાષાને આઠમી અનુસૂચિમાં સામેલ કરી, મધુબની ચિત્રકામને GI ટેગ આપ્યો અને મખાના બોર્ડની સ્થાપના કરી. કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપીને મોદીએ મિથિલા અને બિહારની ભૂમિનું સન્માન કર્યું છે. સ્વર કોકિલા સ્વર્ગસ્થ શારદા સિંહાજીને પદ્મ વિભૂષણ આપીને સમગ્ર મિથિલાની સંસ્કૃતિ અને કલાનું સન્માન કરવામાં આવ્યું છે. અહીં સીતા માતાનું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે, રામલલા 550 વર્ષ સુધી તંબુમાં હતા, અમે અયોધ્યામાં રામલલાનું ભવ્ય મંદિર બનાવવાનું કામ કર્યું.
અમિત શાહે કહ્યું કે, દિલ્હીમાં PM અને બિહારમાં CM માટે કોઈ વેકેન્સી નથી. આ લોકો ફક્ત પોતાના પરિવાર માટે લાગેલા છે. પોતાના દીકરા-દીકરીઓ પાછળ લાગેલા છે. શું તેમની પાર્ટીમાં બીજા કોઈનો નંબર લાગી શકે છે? આ ફક્ત ભાજપમાં જ થઈ શકે છે. સોનિયા રાહુલને વડા પ્રધાન બનાવવા માંગે છે. લાલુ તેમના દીકરાને મુખ્યમંત્રી બનાવવા માંગે છે. હું બંનેને કહેવા માંગુ છું કે, દિલ્હીમાં નરેન્દ્ર મોદી અને બિહારમાં નીતિશ કુમાર હોઈ હાલમાં કોઈ જગ્યા ખાલી નથી. જો ભૂલથી આરજેડી અને કોંગ્રેસ સરકારને સત્તામાં લાવશો તો જંગલરાજ આવશે.






