VIDEO: રિક્ષા અપાવવાની લાલચમાં મિત્રને ફટાકડાના ડબ્બા પર બેસાડ્યો, બ્લાસ્ટ થતા મોત
કર્ણાટકના બેંગલુરૂનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જે દિવાળીની રાતનો છે. આ વીડિય

કર્ણાટકના બેંગલુરૂનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જે દિવાળીની રાતનો છે. આ વીડિયોમાં એક યુવક ફટાકડાના ડબ્બા પર બેસેલો જોવા મળે છે. અચાનક ડબ્બામાં બ્લાસ્ટ થાય છે અને યુવક જમીન પર પડે છે તે બાદ તેનું મોત થઇ જાય છે.
પોલીસ અનુસાર, શબરીશ અને તેના મિત્રોએ દિવાળીની રાત્રે દારુ પીધો હતો. તે બાદ તમામ કોનાનાકુંટે વિસ્તારમાં ભેગા થયા હતા. બેરોજગાર શબરીશને તેના મિત્રોએ રિક્ષા અપાવવાની વાત કરી હતી. જોકે, તેના માટે તેમને ફટાકડાના ડબ્બા પર બેસાડવાની શરત મુકી હતી. નશામાં ધૂત શબરીશે આ શરત માની લીધી હતી. મિત્રોએ ફટકડા સળગાવ્યો હતો અને તેને તે ડબ્બાની નીચે મુકી દીધો હતો. શબરીશ તેના પર બેસી ગયો હતો. ફટાકડો ફાટ્યો અને શબરીશ હવામાં ઉછળીને નીચે જમીન પર પટકાયો હતો.
થોડી સેકન્ડમાં જ તે જમીન પર સુઇ ગયો હતો. શબરીશના મિત્રોએ તેને ઉઠાડવાનો પ્રયાસ કર્યો પરંતુ શબરીશ ઉઠ્યો નહતો. તે બાદ તમામ મિત્ર શબરીશને હોસ્પિટલ લઇને ગયા હતા જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
દક્ષિણ બેંગલુરૂના એસપી લોકેશ જગલાસરે કહ્યું કે ડૉક્ટર અનુસાર બ્લાસ્ટને કારણે શબરીશના પ્રાઇવેટ પાર્ટમાં ઇજા થઇ હતી જેને કારણે તેનું મોત થયું છે.
આ પણ વાંચો: VIDEO: ટ્રમ્પે ગિટાર વગાડ્યું તો હેરિસ બાળકોને કેક આપતા જોવા મળ્યા, અમેરિકાની ચૂંટણી પહેલા વાયરલ થયો AI વીડિયો
એસપીએ કહ્યું કે ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. શબરીશના મિત્રોની ઓળખ કરવામાં આવી છે અને 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.








