Video: પણજીમાં યોજાઈ રહેલા 57મા IFFIમાં લોકપ્રિય વેબ સિરીઝ 'પંચાયત'ની પાંચમી સીઝનના પ્રથમ એપિસોડનું વર્લ્ડ પ્રીમિયર યોજાયું

ગોવાના પણજીમાં યોજાઈ રહેલા 57મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા એટલે કે IFFIમાં લોકપ્રિય વેબ સિરીઝ 'પંચાયત'ની પાંચમી સીઝનના પ્રથમ એપિસોડનું વર્લ્ડ પ્રીમિયર યોજાયું હતું. આ ખાસ પ્રસંગે ફિલ્મ અને મનોરંજન જગત સાથે જોડાયેલા અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. 'પંચાયત'ની નવી સીઝનને મોટા પડદા પર રજૂ કરવામાં આવતા દર્શકોમાં ઉત્સુકતા જોવા મળી હતી. પ્રીમિયર દરમિયાન ઉપસ્થિત લોકોએ સિરીઝ અંગે પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી હતી. IFFIના મંચ પર આ પ્રીમિયરે ડિજિટલ મનોરંજન જગતનું ધ્યાન ખેંચ્યું હતું.
જાહેરાત















