Video: પંજાબના જલંધરમાં પોલીસે 12 કિલો હેરોઇન અને ચાર વિદેશી પિસ્તોલ જપ્ત

સોર્સ: gstv

પંજાબના જલંધરમાં પોલીસે ડ્રગ્સ અને હથિયારોની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે. જલંધર ગ્રામ્ય પોલીસે એક આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી 12 કિલોગ્રામ હેરોઇન અને ચાર વિદેશી બનાવટની પિસ્તોલ કબજે કરી છે. પોલીસ તપાસમાં આ સમગ્ર નેટવર્ક એનઆરઆઈ દ્વારા સંચાલિત હોવાની આશંકા સામે આવી છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપી ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલા નેટવર્કનો ભાગ હોવાનું સામે આવ્યું છે. પોલીસે જપ્ત કરાયેલા માદક પદાર્થો અને હથિયારો અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત