મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: "ટ્રમ્પના કારણે દુનિયા વિનાશ તરફ જઈ રહી છે!" ઈરાન અને મોંઘવારી મુદ્દે ફારૂક અબ્દુલ્લાનો જોરદાર પ્રહાર

સોર્સ: gstv

જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સ (JKNC)ના વડા ફારૂક અબ્દુલ્લાએ પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ, વધતી મોંઘવારી તેમજ દિલ્હીમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો અંગે કેન્દ્ર સરકાર અને અમેરિકી નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે.

ટ્રમ્પની નીતિઓ અને વૈશ્વિક સંકટ

શ્રીનગરમાં પત્રકારો સાથે વાતચીત કરતાં ફારૂક અબ્દુલ્લાએ બે મુખ્ય મુદ્દાઓ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ફારૂક અબ્દુલ્લાએ આક્ષેપ કર્યો કે, "ટ્રમ્પની આ હરકતો જ સમગ્ર વિશ્વ માટે વિનાશ નોતરી રહી છે. કોણ જાણે તેઓ ક્યારે ભાનમાં આવશે—આનાથી કોઈને ફાયદો થવાનો નથી." તેમણે ચિંતા વ્યક્ત કરતાં ઉમેર્યું કે સમગ્ર વિશ્વ આ સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, મોંઘવારી ચરમસીમાએ પહોંચી છે અને તેનો સૌથી મોટો ભોગ ગરીબો બની રહ્યા છે. આ આક્રમકતાનો તાત્કાલિક અંત લાવવાની માંગ કરતા તેમણે કહ્યું કે, ન્યાયના હિતમાં ઈરાનને પોતાના ક્ષેત્રમાં રહીને પોતાનો બચાવ (ડિફેન્સ) કરવાનો સંપૂર્ણ અધિકાર છે.

દિલ્હી વિરોધ પ્રદર્શન અને 'વિદેશી હાથ'ના દાવા સામે પડકાર 

દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અંગે વાત કરતાં તેમણે કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો કે, "જ્યારે પણ દિલ્હી સરકાર પોતાને અસુરક્ષિત કે જોખમમાં અનુભવે છે, ત્યારે તેમને તરત જ 'વિદેશી હાથ' દેખાવા લાગે છે—તેઓ ક્યારેય પોતાના નિર્ણયો કે કાર્યો સામે જોતા નથી." તેમણે પડકાર ફેંકતા કહ્યું કે સરકાર દાવો કરે છે કે બહારથી કોઈ આ ષડયંત્ર રચી રહ્યું છે, પરંતુ તેઓએ એ સ્પષ્ટ કરવું જોઈએ કે એ કોણ છે? કયો દેશ આ કરી રહ્યો છે તેનું નામ જાહેર કરો; વાસ્તવમાં સરકાર પાસે આપવા માટે કોઈ નામ જ નથી.

આ સમાચાર શેર કરો