મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

જય હેમંત શ્રોફ કેવી રીતે બન્યા ‘ટાઇગર’? બાળપણની આ અજીબ ટેવના કારણે બદલવું પડ્યું નામ

જય હેમંત શ્રોફ કેવી રીતે બન્યા ‘ટાઇગર’? બાળપણની આ અજીબ ટેવના કારણે બદલવું પડ્યું નામ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ હાલમાં એક અત્યંત ડરામણા અને મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તાજેતરમાં જ એક્ટરની કાર પર ફાયરિંગ થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં તે માંડ માંડ બચ્યો છે. આ ગંભીર ઘટનાએ ફરી એકવાર આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ફેન્સને દહેશતમાં મૂકી દીધા છે. આ પહેલીવાર નથી જ્યારે બોલિવૂડનો કોઈ સિતારો આ પ્રકારના જોખમની ઝપેટમાં આવ્યો હોય. આ પહેલાં સુપરસ્ટાર સલમાન ખાન અને ફિલ્મમેકર રોહિત શેટ્ટીના ઘરની બહાર પણ આવી ડરામણી ઘટનાઓને અંજામ આપવામાં આવી ચૂક્યો છે. આ તાજેતરની ઘટનામાં ટાઇગર શ્રોફ સંપૂર્ણપણે સુરક્ષિત છે. હાલમાં પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. 

ખૂબ ઓછા લોકો આ વાત જાણે છે કે ટાઇગર શ્રોફનું સાચું નામ ‘જય હેમંત શ્રોફ’ છે. બાળપણમાં તેમનું આ નામ રાખવામાં આવ્યું હતું, પરંતુ તે આ નામથી ફિલ્મોમાં આવ્યો નહોતો. કયા કારણોસર ટાઇગરનું નામ બદલવું પડ્યું?

જય હેમંત શ્રોફ કેવી રીતે બન્યો ‘ટાઇગર’?

બાળપણના દિવસોમાં ટાઇગરને એક ખૂબ જ અજીબ ટેવ હતી. તે જ્યારે પણ કોઈ વાત પર ગુસ્સે થતો ત્યારે બિલકુલ કોઈ નાના વાઘ (ટાઇગર) ની જેમ કરડી લેતો હતો. તેની આ હરકત અને સ્વભાવને જોઈને તેના પિતા અને દિગ્ગજ એક્ટર જેકી શ્રોફે તેને લાડથી ‘ટાઇગર’ બોલાવવાનું શરૂ કર્યું હતું. ખુદ ટાઇગરે એક ઇન્ટરવ્યુમાં આ વાતની જાણકારી આપી હતી. તેણે જણાવ્યું કે, “હું બાળપણમાં કરડી જતો હતો... જેમ કે આસપાસના બધા લોકોને કરડી લેતો હતો. મેં સ્કૂલમાં મારી ટીચરને કરડી લીધા હતા અને તેના માટે મને સજા પણ મળી હતી.”

જો કે, ધીમે-ધીમે તેનું આ પેટ નેમ એટલું પોપ્યુલર થઈ ગયું કે જ્યારે તેમણે બોલિવૂડમાં પગ મૂકવાનો નિર્ણય કર્યો, ત્યારે તેમણે પોતાનું અસલી નામ છોડીને સ્ક્રીન નેમ ‘ટાઇગર શ્રોફ’ જ હંમેશા માટે અપનાવી લીધું. આજે તેની આ જ ઓળખ આખી દુનિયામાં જાણીતી છે.

જ્યારે ટાઇગરે આ મોટું પગલું ભર્યું

વાસ્તવમાં ટાઇગરે 2014માં નાગપુરના મહારાજબાગ ચિડિયાઘરમાં ‘લી’ નામની એક વાઘનને દત્તક લીધી હતી. તેની સાથેની પહેલી મુલાકાત તે વર્ષે કૃતિ સેનન સાથે ‘હીરોપંતી’ના પ્રમોશન દરમિયાન થઈ હતી. તેમણે ‘લી’ ને દત્તક લેવાના પોતાના નિર્ણયને સમજાવવા માટે સ્પાઇડરમેનનો એક ડાયલોગ કહ્યો હતો - ”મહાન શક્તિ સાથે, મોટી જવાબદારી પણ આવે છે.”

આ સમાચાર શેર કરો