મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ACની ઠંડી હવામાં બેઠો તો ચોરની આંખ મિંચાઈ ગઈ, ભર ઉંઘમાં પોલીસે ઘરમાંથી... 

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક ચોર ચોરી કરવા માટે ઘરમાં ઘૂસ્યો, અને ગરમીનો શિકાર થઈ ગયો

ACની ઠંડી હવામાં બેઠો તો ચોરની આંખ મિંચાઈ ગઈ, ભર ઉંઘમાં પોલીસે ઘરમાંથી... 

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક ચોર ચોરી કરવા માટે ઘરમાં ઘૂસ્યો, અને ગરમીનો શિકાર થઈ ગયો. ભરબપોરે ગરમીમાં કોઈ ઘરમાં ચોરી કરવા ઘૂસ્યો પરંતુ ઘરમાં એસી ચાલુ હતું. રૂમમાં ઠંડી હવામાં ચોર ચોરી કરવાનું ભૂલી ગયો અને તેની આંખ મિચાઈ ગઈ. ચોર ભર ઊંઘમાં હતો અને જ્યારે ઉઠ્યો તો પોલીસે તેની ધરપકડ કરી લીધી. 

મળતી માહિતી મુજબ, આ ઘટના ઈન્દિરાનગર પોલીસ સ્ટેશન વિસ્તારના સેક્ટર-20માં બની છે. ઈન્દિરાનગર વિસ્તારમાં ડો.સુનીલ પાંડે નામની વ્યક્તિ રહે છે, તેનું ઘર ખાલી હતું. સુનીલ પાંડે વારાણસીમાં ફરજ બજાવે છે. આ દરમિયાન ચોર ચોરી માટે આગળનો ગેટ ખોલીને ઘરમાં પ્રવેશ્યો હતો અને અંદર પ્રવેશતાની સાથે જ તે ડ્રોઈંગ રૂમમાં પહોંચી ગયો હતો. આ દરમિયાન ચોરે એસી ચાલુ કર્યું અને આરામથી જમીન પર સૂઈ ગયો. થોડી વાર પછી તેને એટલી ઊંઘ આવી ગઈ કે તે ઉંઘતો જ રહ્યો.

જ્યારે પડોશીઓએ ઘરનો મેઈ ગેટ અને દરવાજો ખુલ્લો જોયો તો ઘર માલિક ડો.સુનિલને ફોન કર્યો. આ પછી ડોક્ટરે પોલીસને આ મામલાની જાણકારી આપી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જોયું તો ચોર ઘરમાં ACમાં આરામથી સૂતો જોવા મળ્યો. પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ડીસીપી નોર્થ ઝોન આર વિજય શંકરના જણાવ્યા અનુસાર, ચોર ચોરીના ઈરાદે ઘૂસ્યો હતો અને તે એસીની ઠંડી હવામાં સૂઈ ગયો હતો. ચોરી કરવાના ઈરાદાથી ઘરમાં ઘૂસેલો શખ્સ નશામાં હતો. જેના કારણે તે ઘરમાં સૂતો જ રહ્યો અને ઉઠી શક્યો નહીં. પાડોશીઓએ જાણ કર્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી.

આ સમાચાર શેર કરો