મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

શિક્ષક વર્ગમાં વિદ્યાર્થિનીઓને બતાવતો હતો પોર્ન વીડિયો, અયોગ્ય રીતે કરતો હતો સ્પર્શ, પછી..

મહારાષ્ટ્રમાં વધુ એક જાતીય સતામણીની ઘટના બની છે. અકોલા જિલ્લામાં પોલીસે 47 વર્ષીય સરકારી શ

શિક્ષક વર્ગમાં વિદ્યાર્થિનીઓને બતાવતો હતો પોર્ન વીડિયો, અયોગ્ય રીતે કરતો હતો સ્પર્શ, પછી..

મહારાષ્ટ્રમાં વધુ એક જાતીય સતામણીની ઘટના બની છે. અકોલા જિલ્લામાં પોલીસે 47 વર્ષીય સરકારી શિક્ષકની કથિત રીતે વિદ્યાર્થિનીઓને અશ્લીલ સામગ્રી બતાવવા અને તેમને અયોગ્ય રીતે સ્પર્શ કરવાના આરોપમાં ધરપકડ કરી છે. મુંબઈ નજીક બદલાપુર શહેરની એક શાળામાં બે છોકરીઓના કથિત જાતીય શોષણના વિરોધ વચ્ચે આ ઘટના બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે એક વિદ્યાર્થીએ પ્રમોદ સરદાર તરીકે ઓળખાતા શિક્ષક વિશે તેના માતાપિતાને ફરિયાદ કરી.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફરિયાદના પગલે અકોલાના કાઝીખેડ વિસ્તારમાં જિલ્લા પરિષદની શાળામાં કામ કરતા શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી. એકવિદ્યાર્થિનીએ બાળ કલ્યાણ સમિતિના ટોલ ફ્રી નંબર પર પણ ફોન કરીને શિક્ષક વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

એફઆઈઆરની વિગતો અનુસાર, છ વિદ્યાર્થિનીઓએ ફરિયાદ કરી હતી કે શિક્ષક તેમને છેલ્લા ચાર મહિનાથી અશ્લીલ વીડિયો બતાવી રહ્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે વધુ તપાસ ચાલી રહી છે. બાળ કલ્યાણ સમિતિના સભ્યો પણ મંગળવારે સવારે શાળાની મુલાકાતે ગયા હતા અને કેટલીક છોકરીઓ સાથે વાત કરી હતી, ત્યારબાદ કેસ નોંધવામાં આવ્યો હતો. રાજ્ય મહિલા આયોગની પૂર્વ સભ્ય આશા મિર્ગેએ શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો