મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

 '5 લોકો માટે 2 લોકોના ભવિષ્ય સાથે....', NEET PG પરીક્ષા બાબતે સુપ્રીમ કોર્ટે આપ્યો આ ચુકાદો

દેશભરમાં મેડિકલ પ્રવેશ માટે છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં રહેલી પરીક્ષા અંગે સુપ્રીમ કોર્ટે ચ

 '5 લોકો માટે 2 લોકોના ભવિષ્ય સાથે....', NEET PG પરીક્ષા બાબતે સુપ્રીમ કોર્ટે આપ્યો આ ચુકાદો

દેશભરમાં મેડિકલ પ્રવેશ માટે છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં રહેલી પરીક્ષા અંગે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે.
11 ઓગસ્ટે યોજાનારી NEET PG પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો નિર્ણય આપ્યો છે. NEET PG પરીક્ષા 2024 સ્થગિત કરવા માટેની અરજીની સુનાવણી કરતાં સુપ્રીમે કોર્ટે આ ચુકાદો આપ્યો છે કે આ પરીક્ષાને સ્થગિત કરી શકાય નહીં.

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડીની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે, અમે 5 અરજદારોને કારણે 2 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્યને દાવ પર લગાવી ના શકીએ. સુપ્રીમે પરીક્ષા સ્થગિત કરવા અંગે આ કારણ આપીને અરજી ફગાવી દીધી હતી. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે NEET PGની પરીક્ષા 11મી ઓગસ્ટે જ લેવાશે.

જણાવી દઈએ કે NEET PGની 11 ઓગસ્ટે બે બેચમાં યોજાનારી પરીક્ષાના આયોજનને ચેલેન્જ કરતી સુપ્રીમમાં અરજી કરી હતી. અરજદારોએ પરીક્ષા મોકૂફ રાખવાની માંગ કરી હતી. આ અરજી પર સુનાવણી દરમિયાન ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલાની ખંડપીઠે મનોજ મિશ્રાની અરજી પર વિચાર કરવાની ના પાડી દીધી. ખંડપીઠે કહ્યું, "દેશમાં ઘણી બધી સમસ્યાઓ છે, શું હવે પીજી પરીક્ષાઓનું જ શેડ્યૂલ કરવું પડશે? 

અરજદારે પોતાની અરજીમાં 22 જૂને પરીક્ષા મુલતવી રાખવાના નિર્ણયને ટાંક્યો હતો અને કહ્યું હતું કે પરીક્ષા એકવાર ફરીથી લેવાવી જોઈએ. અરજદારની આ માગ પર બેન્ચે નારાજગી વ્યક્ત કરી હતી. બેન્ચે કહ્યું કે 2 લાખથી વધુ વિદ્યાર્થીઓમાંથી માત્ર 5 લોકોએ જ અરજી દાખલ કરી છે. જો કે, હેગડેએ જણાવ્યું હતું કે ઘણા વિદ્યાર્થીઓ દ્વારા માંગને સમર્થન આપવામાં આવ્યું છે અને તેમને લગભગ 50,000 સંદેશા મળ્યા છે. 

આ સમાચાર શેર કરો