મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કોંગ્રેસને ઇન્કમટેક્સની નોટિસ મામલે સુપ્રીમ કોર્ટે આપી ‘રાહત’, લોકસભા ચૂંટણી સુધી કોઇ કાર્યવાહી નહીં થાય

ઇન્કમટેક્સ વિભાગની નોટિસ મામલે કોંગ્રેસને કેટલાક દિવસ માટે રાહત મળી છે. સ

કોંગ્રેસને ઇન્કમટેક્સની નોટિસ મામલે સુપ્રીમ કોર્ટે આપી ‘રાહત’, લોકસભા ચૂંટણી સુધી કોઇ કાર્યવાહી નહીં થાય

ઇન્કમટેક્સ વિભાગની નોટિસ મામલે કોંગ્રેસને કેટલાક દિવસ માટે રાહત મળી છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે વિશ્વાસ અપાવ્યો કે લોકસભા ચૂંટણીનો સમયચ ચાલી રહ્યો છે જેને કારણે અમે આ પૈસાની રિકવરીને લઇને કોઇ કાર્યવાહી નહીં કરીએ. કોંગ્રેસે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જસ્ટિસ બી.વી.નાગરત્નાની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. આવકવેરા વિભાગ તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી.

તુષાર મહેતાએ સુનાવણી દરમિયાન કહ્યું, “અમે 1700 કરોડની નોટિસ મોકલી છે પરંતુ લોકસભા ચૂંટણી આવી રહી છે. અમે અત્યારે કોઇ કાર્યવાહી નહીં કરીએ. ઇન્કમટેક્સે કોર્ટને વિશ્વાસ અપાવ્યો કે અત્યારે ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે, માટે અમે આ પૈસાની રિકવરીને લઇને કોઇ કાર્યવાહી નહીં કરીએ. આ ઘટનાની સુનાવણી જૂન મહિનામાં કરવામાં આવે ત્યાર સુધી કોઇ કાર્યવાહી નહીં થાય.”

ITએ કોંગ્રેસને વધુ 1745 કરોડની નોટિસ ફટકારી

આવકવેરા વિભાગે કોંગ્રેસને એસેસમેન્ટ વર્ષ 2014-15થી 2016-17 માટે 1745 કરોડની નવી ટેક્સ નોટિસ ફટકારી છે. આ સાથે જ ઇન્કમટેક્સ વિભાગે કોંગ્રેસ સમક્ષ ટેક્સ ડિમાન્ડની કરેલી માગ કુલ 3567 કરોડે પહોંચી ગઇ છે. આ પહેલાં કોંગ્રેસને 1823 કરોડની ચૂકવણી કરવાનું કહેવાયું હતું.

આ સમાચાર શેર કરો