કમર કસી લેજો! દેશમાં માહોલ આપણા તરફી છે, કોંગ્રેસની બેઠકમાં સોનિયા ગાંધીનો હુંકાર
કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે જમ્મુ-કાશ્મી

કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીર વિશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ત્યાં બધું બરાબર છે, પરંતુ અહીંયા થોડા મહિનામાં જ 11 આતંકવાદી હુમલા થયા છે. બજેટમાં ખેડૂતો અને યુવાનોની અવગણના કરવામાં આવી છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને સોનિયાએ કહ્યું હતું કે, અત્યારે ભલે વાતાવરણ આપણા પક્ષમાં છે, પરંતુ આપણે વધુ પડતા આત્મવિશ્વાસમાં આવ્યા વિના એકજૂટ થઈને કામ કરવાની જરૂરિયાત છે.
જણાવી દઈએ કે, આગામી સમયમાં 4 મોટા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. કોંગ્રેસે આ રાજ્યોમાં ભાજપને મ્હાત આપવા માટે કમર કસી છે. હરિયાણા અને મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. ઉપરાંત ઝારખંડ અને બિહારમાં પણ પાર્ટીએ અપેક્ષા કરતા વધુ સારું પ્રદર્શન કર્યું છે. આ ચારેય રાજ્યોમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. આવી સ્થિતિમાં આ રાજ્યોમાં કોંગ્રેસ ફરી એકવાર વાપસી કરવા માટે જોર લગાવી શકે છે. લોકસભા ચૂંટણીમાં સારા દેખાવ બાદ કોંગ્રેસમાં પણ આત્મવિશ્વાસ વધ્યો છે. એ જોઈને પાર્ટી ટોચના નેતાઓએ કાર્યકરોને સલાહ પણ આપી છે.
સોનિયા ગાંધીએ કહ્યું, થોડા મહિનામાં ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આપણે લોકસભાની ચૂંટણીમાં બનાવલો માહોલ જાળવી રાખવાનો છે. વધુ પડતા આત્મસંતોષી ના બની જતા. માહોલ બન્યો છે તો જીત મેળવવા એકજૂટ થઈને કામ કરવું પડશે. હું હિંમતપૂર્વક કહી શકું છું કે, જો લોકસભાની ચૂંટણીઓ જોવામાં આવેલા વલણોને પ્રતિબિંબિત કરતી સારી કામગીરી કરીશું તો રાષ્ટ્રીય રાજકારણમાં મોટો બદલાવ આવશે.






