'સલમાન ખાનને મારવાનો હતો પ્લાન', બાબા સિદ્દીકી મર્ડર કેસના શૂટરનો મોટો ખુલાસો
બોલિવૂડ એક્ટર સલમાન ખાનને લઇને ચોંકાવનારો ખુલાસો થયો છે. NCP લીડર

બોલિવૂડ એક્ટર સલમાન ખાનને લઇને ચોંકાવનારો ખુલાસો થયો છે. NCP લીડર અને સલમાન ખાનના ખાસ મિત્ર બાબા સિદ્દીકીની દશેરાના દિવસે કેટલાક શૂટરોએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં પોલીસે શૂટરની ધરપકડ કરી હતી. હવે શૂટરે પોલીસ સમક્ષ ખુલાસો કર્યો છે કે બાબા સિદ્દિકીની હત્યા પહેલા સલમાન ખાનને મારવાનું પ્લાનિંગ હતું.
આરોપીઓની પૂછપરછમાં મોટો ખુલાસો
આરોપીઓએ પોલીસની પૂછપરછમાં જણાવ્યું કે ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇની હિટલિસ્ટમાં સલમાન ખાનનું નામ પણ હતું. આરોપીઓએ પણ આ ખુલાસો કર્યો છે. સલમાન ખાનની કડક સુરક્ષાને કારણે શૂટર સલમાન ખાન સુધી પહોંચી શક્યા નહતા. સલમાન ખાનને સતત મળી રહેલી ધમકીઓને કારણે હાઇસિક્યુરિટી આપવામાં આવી છે.
બાબા સિદ્દીકીની થઇ હતી હત્યા
મહત્ત્વપૂર્ણ છે કે 12 ઓક્ટોબરે બાબા સિદ્દીકીની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં સલમાન ખાન સાથે મિત્રતાને કારણ ગણવામાં આવ્યું હતું. હત્યાકાંડમાં પોલીસે બે શૂટર ધર્મરાજ કશ્યપ અને ગુરમસિંહને ક્રાઇમ સીનથી જ પોલીસે ધરપકડ કરી હતી પરંતુ મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમ ત્યારે ભાગવામાં સફળ થયો હતો. તે બાદ યુપીના બહરાઇચ જિલ્લામાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. શિવે પોલીસ કસ્ટડીમાં કેટલાક ખુલાસા કર્યા છે.
આ પણ વાંચો: સલમાન ખાનના શૂટિંગ સ્થળેથી અજાણ્યો શખ્સ ઝડપાયો, બિશ્નોઈના નામની ધમકી આપી ને...
મહત્ત્વપૂર્ણ છે કે બોલિવૂડ એક્ટર સલમાન ખાનને છેલ્લા કેટલાક સમયથી જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. સલમાન ખાનને મળતી ધમકીને કારણે એક્ટરની સુરક્ષા વધારવામાં આવી છે. સલમાન ખાનને ધમકીઓ લોરેન્સ બિશ્નોઇ ગેન્ગ તરફથી આપવામાં આવી રહી છે.






