લોકસભાનું સંસદીય સત્ર 18 જૂનથી શરૂ થવાની સંભાવના
લોકસભા ચૂંટણી બાદ નવી સરકારની રચના થઇ ગઇ છે. ભાજપના નેતૃત્ત્વમાં NDAના નેતાઓેએ મં

લોકસભા ચૂંટણી બાદ નવી સરકારની રચના થઇ ગઇ છે. ભાજપના નેતૃત્ત્વમાં NDAના નેતાઓેએ મંત્રી પદના શપથ લઇ લીધા છે. આ વચ્ચે 18મી લોકસભાનું પ્રથમ સેશન 18 કે 19 જૂનથી શરૂ થઇ શકે છે. પ્રથમ સત્રની શરૂઆત નવા ચૂંટાયેલા સાંસદોના શપથ ગ્રહણ સાથે શરૂ થશે. તે બાદ સાંસદો તરફથી લોકસભા અધ્યક્ષની ચૂંટણી કરવામાં આવશે.
સૌથી પહેલા રાષ્ટ્રપતિ પ્રોટેમ સ્પીકરને શપથ લેવડાવશે. પ્રોટેમ સ્પીકર તે બાદ તમામ 543 સાંસદ સભ્યોને શપથ લેવડાવશે. સંસદનું પ્રથમ સત્ર 18થી 20 જૂન ત્રણ દિવસ સુધી ચાલશે. 20 જૂને જ લોકસભાના અધ્યક્ષની ચૂંટણી યોજાઇ શકે છે. 21 જૂને રાષ્ટ્રપતિનું બન્ને સદનોને સંયુક્ત અભિભાષણ યોજાઇ શકે છે.
લોકસભાના અધ્યક્ષ પદને લઇને આવી રહ્યા છે સમાચાર
નરેન્દ્ર મોદીએ રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા હતા. પીએમ મોદીની સાથે 71 સભ્યના મંત્રી મંડળના સભ્યોએ પણ શપથ લીધા હતા.
71 મંત્રીઓને મળી છે જગ્યા
વડાપ્રધાનના નેતૃત્ત્વમાં નવી કેબિનેટમાં 30 મંત્રી, 5 સ્વતંત્ર પ્રભાર ધરાવતા રાજ્ય મંત્રી અને 36 રાજ્ય મંત્રી સહિત કૂલ 71 સાંસદોને મંત્રી પદના શપથ લેવડાવવામાં આવ્યા છે.
ગુજરાતના 6, મહારાષ્ટ્રના 6, ઉત્તર પ્રદેશના 9, ઓરિસ્સાના 3, બિહારના 8, કર્ણાટકના 5, મધ્ય પ્રદેશના 4, જમ્મુ કાશ્મીર અને અરૂણાચલ પ્રદેશના 1-1, રાજસ્થાનના 4, હરિયાણાના 3 સાંસદોને તક મળી છે.








