મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

NEETની પરીક્ષાના એક દિવસ પહેલા થયું પેપર લીક,કૌભાંડના માસ્ટરમાઈન્ડે કર્યું કબૂલ

NEET પેપર લીક કૌભાંડ મામલે મોટા અહેવાલ સામે આવ્યો છે. આ કેસના માસ્ટરમાઇન્ડ અમિત આનંદે કબૂલાત કરી છે કે પર

NEETની પરીક્ષાના એક દિવસ પહેલા થયું પેપર લીક,કૌભાંડના માસ્ટરમાઈન્ડે કર્યું કબૂલ

NEET પેપર લીક કૌભાંડ મામલે મોટા અહેવાલ સામે આવ્યો છે. આ કેસના માસ્ટરમાઇન્ડ અમિત આનંદે કબૂલાત કરી છે કે પરીક્ષાના એક દિવસ પહેલા પેપર લીક થયું હતું. એક અહેવાલ અનુસાર પરીક્ષા માફિયા અમિતના કબૂલાતની નકલ માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે  કે પરીક્ષાના એક દિવસ પહેલા વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રના જવાબો કેવી રીતે યાદ કરાવવામાં આવ્યા હતા. પ્રશ્નપત્રના બદલામાં ઉમેદવારો પાસેથી રૂ. 30-32 લાખ લેવામાં આવ્યા હતા.

પેપર લીકનો માસ્ટર માઇન્ડ પટનામાં ભાડાના ફ્લેટમાં રહેતો હતો

બિહારની રાજધાની પટનાના શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશનમાં અમિત આનંદ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. અહીં પોલીસે તેની પૂછપરછ કરી, જ્યાં તેણે પેપર લીકની કબૂલાત કરી.

પ્રશ્નપત્રના બદલામાં ઉમેદવારો પાસેથી રૂ. 30-32 લાખ લેવામાં આવ્યા

કબૂલાતની નકલ અનુસાર પેપર લીકનો માસ્ટર માઈન્ડ અમિત મુંગેર જિલ્લાનો રહેવાસી છે. જોકે, તે હાલમાં પટનાની એજી કોલોનીમાં ભાડાના ફ્લેટમાં રહેતો હતો. આ કબૂલાતમાં તેણે જણાવ્યું છે કે તે તે વિદ્યાર્થીઓને કેવી રીતે મળ્યો જેમના જવાબો કંઠસ્થ હતા.

આ સમાચાર શેર કરો