મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : હોરમઝ હુમલામાં શહીદ શિવાનંદનો પાર્થિવ દેહ વતન પહોંચ્યો, દેવરિયાનું સુરૌલી ગામ હિબકે ચડ્યું

ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના સુરૌલી ગામમાં આજે ભારે શોકનું મોજું ફરી વળ્

ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના સુરૌલી ગામમાં આજે ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું. હોરમઝની સમુદ્રી ઘટનામાં જીવ ગુમાવનાર મૂળ સુરૌલીના વતની શિવાનંદ ચૌરસિયાનો પાર્થિવ દેહ આજે તેમના વતન આવી પહોંચતા પરિવારજનો અને ગ્રામજનો ભાવુક થઈ ગયા હતા. શિવાનંદના અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. હોરમઝ હુમલામાં થયેલા દુઃખદ મૃત્યુ બાદ તેમના સ્વજનો લાંબા સમયથી પાર્થિવ દેહની રાહ જોઈ રહ્યા હતા. શિવાનંદની અંતિમવિધિ ગૌરવપૂર્ણ રીતે અને સંપૂર્ણ સન્માન સાથે કરવામાં આવી હતી. આખા ગામમાં શોકનો માહોલ છે અને સૌ કોઈએ શહીદને ભીની આંખે અંતિમ વિદાય આપી હતી.

આ સમાચાર શેર કરો