Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : A horrific road accident occurred on the Bundelkhand Expressway in Jalaun district of Uttar Pradesh.

VIDEO: ઉત્તર પ્રદેશના જલાઉન જિલ્લામાં બુંદેલખંડ એક્સપ્રેસવે પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો

Timeછેલ્લું અપડેટ : 14 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઉત્તર પ્રદેશના જલાઉન જિલ્લામાં બુંદેલખંડ એક્સપ્રેસવે પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, એક્સપ્રેસવે પર વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ દુર્ઘટનામાં વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કેટલાક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને બચાવ કામગીરીની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અકસ્માતને કારણે એક્સપ્રેસવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને પોલીસે વાહનો હટાવીને પુનઃ કાર્યરત કરાવી હતી. પોલીસ હાલ અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ કરી રહી છે.

App Store