મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

નરેન્દ્ર મોદીના શપથ સમારોહનું 'ઈન્વિટેશન કાર્ડ' સામે આવ્યું, આટલા લોકોને આપ્યું છે આમંત્રણ

18મી લોકસભામાં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત શપથ લેવા જઈ રહ્યા છે. આવતી કાલે 7.

નરેન્દ્ર મોદીના શપથ સમારોહનું 'ઈન્વિટેશન કાર્ડ' સામે આવ્યું, આટલા લોકોને આપ્યું છે આમંત્રણ

18મી લોકસભામાં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત શપથ લેવા જઈ રહ્યા છે. આવતી કાલે 7.15 કલાકે નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. પીએમના શપથ ગ્રહણના આમંત્રણનો ફોટો સામે આવ્યો છે. જણાવી દઈએ કે આ શપથ સમારોહ કાર્યક્રમમાં 7 હજારથી વધુ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. 

ભાજપ અને સાથી દળોના એનડીએ ઘટક દળના નેતા તરીકે સર્વાનુમતે ચૂંટાયા બાદ રાષ્ટ્રપતિ સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યો હતો. જે બાદ રાષ્ટ્રપતિએ તેમને રવિવારે સરકાર રચવા આમંત્રણ પાઠવ્યું હતું.  

પીએમ મોદીના શપથ ગ્રહણ માટે દિલ્હીમાં ત્રીસ્તરીય સિક્યોરિટી રહેશે. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન દક્ષિણ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશનના સભ્ય દેશોના મહાનુભાવોના આમંત્રણને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજધાની દિલ્હી 'હાઈ એલર્ટ' પર રહેશે. સમારોહના દિવસે દિલ્હી પોલીસના SWAT અને NSG કમાન્ડો રાષ્ટ્રપતિ ભવન અને વિવિધ મહત્વના સ્થળોની આસપાસ તૈનાત રહેશે.

ભારતે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે બાંગ્લાદેશના પીએમ શેખ હસીના, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ, ભૂટાનના પ્રધાનમંત્રી શેરિંગ તોબગે, મોરેશિયસના પીએમ પ્રવિંદ જુગનાથ અને સેશેલ્સના રાષ્ટ્રપતિ વેવેલ રામખેલવાનને આમંત્રણ આપ્યું છે. નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ પ્રચંડ પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. 

આ સમાચાર શેર કરો