આનંદો! કેન્દ્ર સરકારે ભારતીય અંતરિક્ષ સ્ટેશન તેમજ શુક્ર પરિભ્રમણ મિશનને લીલીઝંડી આપી
કેન્દ્ર સરકારે શુક્રયાન-1 પ્રોજેક્ટને લીલીઝંડી આપી દ

કેન્દ્ર સરકારે શુક્રયાન-1 પ્રોજેક્ટને લીલીઝંડી આપી દીધી છે. જેમાં ભારત શુક્ર ગ્રહની પરિક્રમા કરી તેનું નિરિક્ષણ કરશે તેમજ ભારત અમેરિકાની જેમ પોતાનું સ્પેસ સેન્ટર બનાવશે. આ પ્રોજેક્ટ હેઠળ શુક્ર ઓર્બિટર મિશન (VOM) અને ભારતીય અંતરિક્ષ સ્ટેશન (BAS) સ્થાપવામાં આવશે. જે ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન હશે.
તમને જણાવી દઈએ કે અંતરિક્ષમાં પોતાનું સ્પેસ સ્ટેશન હોય તેવા માત્ર ત્રણ જ દેશ છે ચીન, રશિયા અને અમેરિકા. 2035માં ભારત આ સિદ્ધિને હાંસલ કરનારો ચોથો દેશ બનશે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) તરફથી નિલેશ એમ દેસાઇ (તસવીરમાં)એ જણાવ્યું છે. “ભારત સરકારે તાજેતરમાં આપણા શુક્રની પરિક્રમા કરતા ઉપગ્રહ શુક્રયાનને મંજૂરી આપી છે. તે 2028 માં લોન્ચ કરવામાં આવશે,” ISRO અમદાવાદના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર દેસાઈએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું.
શુક્ર, જેને ઘણીવાર પૃથ્વીનો જોડિયા કહેવામાં આવે છે, તે આપણા ગ્રહનો સૌથી નજીકનો ગ્રહ છે અને એવું માનવામાં આવે છે કે પૃથ્વી જેવી જ પરિસ્થિતિઓમાં તેની રચના થઈ છે.
VOM દ્વારા કરવામાં આવતી ઉંડી તપાસ વૈજ્ઞાનિકોને એ સમજવામાં મદદ કરશે કે કેવી રીતે ગ્રહોના વાતાવરણ ખૂબ જ અલગ રીતે વિકસિત થઈ શકે છે. તે એ શોધવામાં પણ મદદ કરશે કે શુક્ર - એક સમયે રહેવા યોગ્ય અને પૃથ્વી સાથે એકદમ સમાન માનવામાં આવતો હતો તે કેવી રીતે પરિવર્તિત થયો. આ મિશન ભારતને મોટા પેલોડ્સ અને શ્રેષ્ઠ ભ્રમણકક્ષાના નિવેશ અભિગમ સાથે ભાવિ ગ્રહોના મિશન માટે પણ સક્ષમ બનાવશે.
વધુમાં, દેસાઈએ નોંધ્યું કે "સરકારે ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવાની પણ મંજૂરી આપી છે". જ્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પાસે 16 પ્રેશરાઇઝ્ડ મોડ્યુલ છે, “BAS પાસે પાંચ હશે”, તેમણે ઉમેર્યું હતું કે પ્રથમ મોડ્યુલ 2028 માં લોન્ચ કરવામાં આવશે.








