Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : The entire building collapsed like a card when the mountain collapsed in Uttarakhand, the video that raised tears went viral.

VIDEO: ઉત્તરાખંડમાં પહાડ ધસતાં આખી ઈમારત પત્તાની જેમ તૂટી પડી, રૂવાડા ઉભા કરી દેતો VIDEO વાયરલ

Timeછેલ્લું અપડેટ : 09 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તરાખંડના (Uttarakhand) તેહરી જિલ્લામાં આવેલા કડ્ડૂખાલ વિસ્તારમાંથી એક કાળજું કંપાવી દેનારો વીડિયો (Viral Video) સામે આવ્યો છે. નેશનલ હાઈવે 707A (National Highway) પર બુધવારે સાંજે આશરે 4 વાગ્યે એકાએક ભયાનક ભૂસ્ખલન (Landslide) થતાં આખી પહાડીનો એક મોટો હિસ્સો નીચે ધસી પડ્યો હતો. આ દુર્ઘટનામાં પહાડ પર બનેલી એક જૂની ખાલી ઈમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી, જેનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ (Social Media Viral) થઈ રહ્યો છે.

App Store

ખોદકામથી પહાડની નીવ નબળી પાડી

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી (District Disaster Management Officer) બ્રિજેશ ભટ્ટના જણાવ્યા અનુસાર, વહીવટી તપાસમાં મોટો ખુલાસો થયો છે. આ ઘટના કોઈ કુદરતી હોનારત નથી, પરંતુ એક સ્થાનિક વ્યક્તિ દ્વારા હોટેલ બનાવવા (Hotel Construction) માટે પહાડ પર કરાઈ રહેલા ગેરકાયદે ખોદકામનું પરિણામ છે. આ આડેધડ ખોદકામને (Excavation Work) કારણે પહાડનો પાયો નબળો પડી ગયો હતો અને આખી પહાડી તૂટી પડી હતી.

અધિકારીઓની સમયસૂચકતાથી મોટી હોનારત ટળી

પહાડ ધસવાની શરૂઆત થતાં જ કડ્ડૂખાલ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, વહીવટી તંત્ર દ્વારા સમયસર પગલાં લેવામાં આવ્યા હતા. જોખમી વિસ્તારમાં આવેલા બે રેસ્ટોરન્ટ (Restaurants), રસ્તા કિનારે આવેલા ખોખા અને મજૂરોની ઝૂંપડીઓને તાત્કાલિક ખાલી કરાવીને તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. એડવાન્સ પ્લાનિંગના (Advance Planning) કારણે જ ઘટના સમયે કોઈ જાનહાનિ (No Casualties) થઈ નથી. હાલ વહીવટી તંત્ર દ્વારા આ સમગ્ર મામલે કડક કાનૂની તપાસ (Investigation) શરૂ કરવામાં આવી છે.