હિમાચલની કોંગ્રેસ સરકારે અપનાવ્યું યોગી મોડલ, કરી દીધી આ જાહેરાત
ઉત્તર પ્રદેશની જેમ હવે હિમાચલ પ્રદેશમાં પણ ખાણી-પીણીની લારી અને દુકાનદારોએ પોતાની ઓળખ માટે ના

ઉત્તર પ્રદેશની જેમ હવે હિમાચલ પ્રદેશમાં પણ ખાણી-પીણીની લારી અને દુકાનદારોએ પોતાની ઓળખ માટે નામ અને આઈડી લગાવવું પડશે. કેબિનેટ મંત્રી વિક્રમાદિત્ય સિંહે કહ્યું કે, હવે ખાણી-પીણીની દુકાનો અને ફાસ્ટ ફૂડના માલિક ઓળખપત્ર પણ બતાવશે, જેનાથી લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. શહેરી વિકાસ અને નગર નિગમની મંગળવારે (24 ઓક્ટોબર) થયેલી બેઠકમાં આ અંગે આદેશ પસાર કરાયો છે.
સમિતિની થશે રચના
હિમાચલ પ્રદેશમાં બજારો માટે નીતિ નિર્માણને લઈને વિધાનસભા અધ્યક્ષ કુલદીપ સિંહ પઠાનિયાએ મંત્રી હર્ષવર્ધન ચૌહાણની અધ્યક્ષતામાં સમિતિ બનાવી છે. આ સમિતિમાં વિક્રમાદિત્ય સિંહ અને મંત્રી અનિરૂદ્ધ સિંહ સહિત કુલ 7 સભ્યને સામેલ કરવામાં આવ્યા છે. સમિતિની પહેલી મીટિંગ ગત મંગળવારે સચિવાલયમાં થઈ હતી, જેમાં ઘણાં મહત્ત્વના વિષયો પર ચર્ચા થઈ હતી.
ઓળખપત્ર લગાવવા પડશે
મંત્રી વિક્રમાદિત્ય સિંહે જણાવ્યું કે, 'હિમાચલ પ્રદેશમાં બજારમાં ખાણી-પીણીના સ્ટોલ અને લારીવાળા માટે કાયદો બનાવવામાં આવશે. ઉત્તર પ્રદેશની જેમ હિમાચલના બજારોમાં પણ વેપારીઓએ પોતાના નામ અને ઓળખપત્ર લગાવવું પડશે. આ સિવાય તેમના માટે અલગથી કાર્ડ પણ રજૂ કરાશે.'






